હોમગાર્ડ પોલીસકર્મીની 13 વર્ષની પુત્રીનું અવસાન થતાં ડ્યૂટીને વધારે મહત્વ આપી 2 દિવસમાં જ માતાએ જૉઈન કરી ડ્યૂટી, આ સમર્પણને સલામ!
કોરોના વાયરસના આ કાળમાં આખા દેશમાં અને દુનિયામાં એવા ઘણા પ્રેરણાત્મક જોવા-સાંભળવા મળી રહ્યાં છે કે, તેના વિશે કહેવા માટે પૂરતા શબ્દો પણ મળતા નથી. અત્યારે કોરોના સામેની લડાઈમાં ડૉક્ટર્સ-નર્સ, પોલીસકર્મીઓએ દિવસ-રાત એક કરી દીધા છે. એક કિસ્સો છે ઓરિસ્સાથી જ્યાં એક મહિલા કે જેઓ હોમગાર્ડ છે તેમણે પોતાની દીકરીના મોતના બે દિવસ બાદ જ ડ્યૂટી જૉઈન કરી લીધી. આવું તેમણે એટલા માટે કર્યું કારણ કે, કોરોના વાયરસને લીધે સ્પેશિયલ ડ્યૂટી લાગેલી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
13 વર્ષની દીકરીને હતું કેન્સર
અમારા સહયોગી ટાઈમ્સ ઑફ ઈન્ડિયા અનુસાર આ મહિલાનું નામ ગૌરી બહરા છે. તેમણે જણાવ્યું કે, તેઓ ડ્યૂટી પર જ હતા અને ત્યારે તેમને જાણવા મળ્યું કે, પુત્રીની તબિયત સારી નથી. તેમની 13 વર્ષની પુત્રીને કેન્સર હતું.
સાઈકલ ચલાવીને ઘરે પહોંચી
તે જણાવે છે કે, તે સીધી ડ્યૂટીથી સાઈકલ લઈને ઘરે પહોંચી. તેમની ડ્યૂટી લોકેશનથી તેમનું ઘર 3 કિમી દૂર છે. જ્યારે તે ઘરે પહોંચી ત્યારે જોયું કે, તેમની દીકરી દુનિયાને અલવિદા કહી ચૂકી છે. તે કહે છે કે, ‘ત્યારે મને એવું લાગ્યું કે, મારી દુનિયા જ ઢસડાઈ ગઈ છે.’
બે દિવસ બાદ જ જૉઈન કરી ડ્યૂટી
ପୁରୀ ଜିଲ୍ଲା ପିପିଲି ପୁଲିସ କର୍ମଚାରୀ ଗୌରୀ ବେହେରାଙ୍କ ନିଷ୍ଠା ଓ ସମର୍ପିତ କାର୍ଯ୍ୟ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ପ୍ରେରଣାଦାୟୀ। ନିଜ ୧୩ ବର୍ଷ ଝିଅର ଦେହାନ୍ତ ପରେ ମଧ୍ୟ ସେ କାର୍ଯ୍ୟରୁ ବିରତ ରହିନାହାନ୍ତି। ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ @Naveen_Odisha ତାଙ୍କୁ ସମବେଦନା ଜଣାଇବା ସହ ଉଚ୍ଚ ପ୍ରଶଂସା କରିଛନ୍ତି।#CoronaWarriorshttps://t.co/W3AbpDTaIE
— CMO Odisha (@CMO_Odisha) May 2, 2020
પછી હોમગાર્ડ ગૌરીએ પોતાની પુત્રીના અંતિમ સંસ્કાર કરાવ્યા. તેમણે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી તેમની પુત્રી લીવર કેન્સરથી પીડાતી હતી. તેમની ડ્યૂટી લૉકડાઉન ઝોનમાં હતી. પોતાની પુત્રીના અવસાન બાદ બે જ દિવસમાં તેમણે ડ્યૂટી જૉઈન કરી લીધી. CMO દ્વારા પણ ગૌરીના આ નિર્ણયની પ્રશંસા કરવામાં આવી. SP ઉમાશંકર દાસે પણ તેમના આ નિર્ણય અંગે કહ્યું, ‘અમે આ મુશ્કેલ ઘડીમાં તેમની સાથે છીએ. તેમણે આ કામ કરીને એક મિસાલ પેદા કરી છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

