છોટા ઉદેપુરમાં બે પિતરાઈ ભાઈઓની એક યુવતી ઉપર હતી નજર, મોકો જોઈને કરતા હતા છેડતી, પતિ અને પિતાએ કરી નાખી હત્યા
થોડા મહિનાઓ પહેલા છોટાઉદેપુર જિલ્લાઓના સુરખેડા ગામમાં (chhota udaipur news) બે પિતરાઈ ભાઈઓની હત્યાનો (two cousin murder case) ચકચારી ઘટના બની હતી. બંને ભાઈઓની હત્યા (brother murder) કર્યા બાદ ઘટનાને અકસ્માતમાં (accident) ખપાવવાની કોશિશ કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ બે આરોપીઓ ફરાર થયા હતા. જોકે, પિતરાઈ ભાઈઓની હત્યાના આરોપી જમાઈ અને સસરાને છોટાઉદેપુર એલ.સી.બી પોલીસે (chhota udaipur) પકડી લીધા હતા. અને જેલના સળીયા પાછળ (murder accused caught) થકેલી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
એલસીબી સ્ટાફના પોલીસ માણસો દ્વારા ખાનગી રાહે હકીકત મળેલ કે મોજે સુરખેડા ગામે મસલાભાઇ ચુનીયાભાઇ રાઠવાની દિકરી સુરેખાબેનના લગ્નમાં આ કામના મરણ જનાર શૈલેષભાઇ સુરેશભાઇ રાઠવા, દિપકભાઇ નાનસીંગભાઇ રાઠવા બન્ને રહે. મોટા ફળીયા, રંગપુરના આવ્યા હતા. જે લગ્નમાં તેઓ નાચતા હતા. તે દરમ્યાન નરેશભાઇ માધુભાઇ રાઠવાની પત્ની નામે સુખીબેનનાઓને આ કામના મરણ જનાર ઇસમો છેડતી અડપલા કરતા તેઓ સાથે ઝઘડો-તકરાર થયો હતો. તે ઝઘડામાં સંડોવાયેલ ઇસમો છોટાઉદેપુર ખાતે આવનાર છે.
તેવી મળેલ બાતમી આધારે નરેશભાઇ માધુભાઇ રાઠવા, માધુભાઇ દલાભાઇ રાઠવા બન્ને રહે. દડીગામ તા.જિ. છોટાઉદેપુર તથા નરેશભાઇ મંગુભાઇ રાઠવા નારસીંગભાઇ તેરસીંગભાઇ રાઠવા બન્ને રહે. સુરખેડા તા.જિ.છોટાઉદેપુરનાઓને અત્રેની એલ.સી.બી કચેરીએ લાવી યુકિત-પ્રયુકિતથી ઘનીષ્ઠ પુછ-પરછ કરતા તેને આ કામના મરણ જનાર લગ્નમાંથી પોતાની મો.સા. ઉપર ઘરે જતા આ કામના આરોપીઓએ પૂર્વ યોજીત કાવતરૂ રચી તેઓની પાછળ મો.સા ઉપર પીછો કરી મોજે ધમોડી ખાતે આવી આરોપીઓ પૈકી નરેશભાઇ મંગુભાઇ નાઓએ મરનાર સૈલેશને માથાના ભાગે પથ્થર મારી પાડી નાખી તેઓની ઉપર પથ્થર મારો કરી મોત નીપજાવી મો.સા.ની તોડ-ફોડ કરી મરણ જનાર બન્ને ઇસમોને પુરાવાનો નાશ કરવાના ઇરાદે ગટરમાં ફેકી દઇ ગુનો કરેલ હોવાની કબુલાત કરી હતી. તેઓને સી.આર.પી.સી. કલમ 41(1)(એ) મુજબની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

