કોલેજ નહીં પરંતુ મોત સુધી સાથ નિભાવ્યો: દરિયામાં ડૂબી ગયેલી બે સહેલીઓની અંતિમયાત્રા એક જ સમયે ભેગી થઈ ગઈ

વલસાડના મોટા સુરવાડાના દરિયામાં ભરતીના પાણી ફરી વળતા કોમર્સ કોલેજના 4 કોલેજિયનના ડૂબી જતા મોતને ભેટવાની મંગળવારે ગોઝારી ઘટના બની હતી. દુર્ઘટના બાદ તમામના પોસ્ટમોર્ટમ થયા પછી અંતિમ સંસ્કાર થયા હતા. જેમાં બે કોલેજિયન સહેલીઓની સ્મશાન યાત્રા એક જ સમયે ભેગી થઇ ગયેલી. જેથી આજીવન સાથ નીભાવ્યા બાદ અંતિમ સંસ્કાર સમયે પણ સાથે અગ્નિદાહ અપાતાં હાજર સહુ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

એક મિત્ર ડૂબતાત્રણ મિત્રો બચાવવા ગયા ને મોતને ભેટ્યા

વલસાડની શાહ એનએચ કોમર્સ કોલેજમાં એસવાય અને ટીવાય બીકોમમાં અભ્યાસ કરતા 4 કોલેજિયન મિત્રો (મોગરાવાડીમાં ખ્યાતિનગરમાં રહેતી 20 વર્ષીય ઋષ્વિતા કિરણભાઇ દેશમુખ, રામવાડીમાં રેહતી 18 વર્ષીય નિમિષા ધારશીભાઇ ઓઝા, લુહાર ટેકરાના રહીશ દિપક મોહનભાઇ માલી ઉ.વ.18 અને ભદેલી દેસાઇવાડના નીલ હર્ષદભાઇ ભટ્ટ ઉ.વ.19) મંગળવારે કોલેજ સમય બાદ બપોરે વલસાડથી 7 કિમી દૂર આવેલા મોટા સુરવાડા ગામે દરિયાકાંઠે ફરવા ગયા હતા. દરિયામાં ટાપુ જેવા સ્થળે પહોંચી ગયા બાદ થોડીવારમાં 3થી 3.30 વાગ્યાના સુમારે દરિયાઇ ભરતી શરૂ થતાં ચારે તરફ પાણી ભરાવા લાગતા દિપક માલી કિનારે પહોંચવા દરિયામાં ઉતરતાં ડૂબી રહ્યો હતો. જેને બચાવવા જતાં તમામ 4 કોલેજિયન મિત્રો ડૂબી ગયા હતા.

સ્વજનો, કોલેજિયનો અને લોકોનીઆંખો છલકાઇ ગઇ

મૃતકોમાં એસવાય બીકોમમાં સાથે ભણતી અને દરરોજ એક જ મોપેડ પર સાથે કોલેજ જતી આત્મીય સંબંધના તાતણેં બંધાયેલી બે સહેલી ઋષ્વિતા અને નિમિષાની નીકળેલી સ્મશાનયાત્રા કૈલાસધામ સ્મશાનભૂમિના ગેટ પર યોગાનુ યોગ સાથે ભેગી થઇ ગઇ હતી. જેના કારણે એક જ સમયે બંન્નેના અંતિમ સંસ્કાર થતાં દુનિયામાં સાથે હતા અને મોત બાદ અંતિમ સમયે પણ સાથે જ રહ્યા તેવી અનૂભૂતિ સ્વજનો, કોલેજિયનો અને લોકોને થતાં સૌની આંખો છલકાઇ ગઇ હતી.

બન્ને સહેલીઓનીઆત્મીયતા પુરવાર થઈ

મોગરાવાડી વોર્ડના કાઉન્સિલર ગીરિશ દેસાઇએ જણાવ્યું હતું કે, મોગરાવાડીની કોલેજિયન યુવતી ઋષ્વિતા અને રામવાડીની નિમિષા બન્ને સાથે જ મોપેડ પર એકબીજાને લઇ કોલેજમાં જતાં હતા. બન્ને વચ્ચે ગાઢ મિત્રતા હતી.તેમનું સાથે મૃત્યુ થતાં બન્નેની સ્મશાન યાત્રા કૈલાસધામ ખાતે ગેટ પર ભેગી થઇ હતી.બન્ને સદગત કોલેજિયન સહેલીના પાર્થિવ દેહના બાજૂ બાજૂમાં જ અંતિમ સંસ્કાર થતા મોત બાદ પણ સાથ નિભાવ્યાની અનુભૂતિ થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો