સુરતમાં એક જ પરિવારના બે બાળકો પોઝિટિવ, મેં પૂરતી કાળજી લીધી હતી ખબર નહીં બંનેને ક્યાંથી ચેપ લાગ્યો: પિતા

લિંબાયત ઝોનના માનદરવાજા ટેનામેન્ટના બે માસુમ બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કોરોના વોર્ડમાં બેડ ફાળવી આપવામાં આવ્યા હતા. બંને બાળકો 5 વર્ષથી ઓછી ઉંમરના હોવાથી બંનેની માતાઓ પણ કોરોના વોર્ડમાં બાળકોની સાથે જ છે. બંને બાળકોએ ઘરે જવાની જીદ પકડી હતી અને ખાવાનું ન ભાવતું હોવાથી બિસ્કિટની માંગ કરી હતી. હાલ બાળકોને માતા ભીની આંખે સાચવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

બિસ્કિટ ખાવાની જીદ પકડી

માન દરવાજા ટેનામેન્ટમાં રહેતા 5 વર્ષીય વૈદિક નિલેશભાઈ રાણા અને 4 વર્ષીય જીત યોગેશભાઈ રાણા નામના બે બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલના વોર્ડમાં બેડ ફાળવી દેવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના વાતાવરણથી ટેવાયેલા ન હોવાથી બંને બાળકોના ચહેરા પડી ગયા હતા અને થોડી જ વારમાં ઘરે જવાની જીદ કરવા લાગ્યા હતા. જીતે પોતાને ઘરે જ લઈ જવાની જીદ પકડી હતી અને બિસ્કિટ ખાવાની આજીજી કરી હતી. હોસ્પિટલનું જમવાનું નહીં ભાવતા બંને બાળકોને થોડું જમી ફરી બિસ્કિટ ખાવાની જીદ પકડી હતી. જોકે, બંનેની માતાને ક્યાંયથી બિસ્કિટ મળ્યા ન હતા અને આખરે બાળકોને સમજાવી પટાવીને હોસ્પિટલનું જમવાનું જમાડ્યું હતું.

આ પણ વાંચજો – લોકડાઉનમાં પોલીસના મારથી ખેડૂતનું થયું મોત, અંતિમ નિવેદનમાં જણાવી સમગ્ર ઘટના જુઓ વીડિયો

બાળકો સાથે માતાને રહેવા સિવાય છૂટકો નથી

ચાર વર્ષીય જીતની માતા રંજના બેને જણાવ્યું હતું કે, મારો અને મારા પતિનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. પણ મારું અને મારી જેઠાણીનું બાળક અમારા વગર રહી શકે એમ નથી એટલે હાલ અને બંને અહીં બાળકો સાથે જ છીએ. અમારા બાળકોને અહીં જમવાનું નથી ભાવતું અને સતત ઘરે જવાની જીદ કરી રહ્યા છે એ લોકોને તો એ પણ નથી ખબર કે કોરોના એટેલ શું ? અને બંનેને અહીં કેમ લાવવામાં આવ્યા છે? જમવાનું પણ નથી ભાવતું, અમારી પાસે અહીં રહેવા સિવાય છૂટકો નથી.

મેં પૂરતી કાળજી લીધી હતી ખબર નહીં બંનેને ક્યાંથી ચેપ લાગ્યો

4 વર્ષીય જીતના પિતા યોગેશભાઈ રાણાએ જણાવ્યું હતું કે, અમે બંને બાળકોની પૂરતી કાળજી લેતા હતા. સમય સમય પર હાથ સેનિટાઇઝ કરવાથી લઈ અન્ય તકેદારી પણ રાખતા હતા.અમે બંને ભાઈઓ સાથે જ રહીએ છીએ. મારા માતા -પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમારા બાળકોનો રિપોર્ટ ક્યાંથી પોઝિટિવ આવ્યો એ સમજાતું નથી. બંને પેસેજની બહાર પણ નથી ગયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો