ધોળકાના ગાણેશર ગામની કરૂણ ઘટના, તળાવમાં ન્હાવા ગયેલા બે બાળકોના મોત થતાં આખા ગામમાં ગમગીની છવાઇ

ધોળકાના ગાણેશર ગામમાં એક કરૂણ ઘટના બની છે. જેમા બે બાળકોના મોત નિપજતા આખા ગામમાં ગમગીની છવાઇ ગઇ છે. ધોળકાના ગાણેશર ગામે તળાવમાં ન્હાવા ગયેલા 3 બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જોકે એક બાળકનો આબાદ બચાવ થયો હતો પરંતુ કમનસીબે બે બાળકો ડૂબી ગયા હતા અને તેઓના મોત નિપજ્યા હતા. બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા હતા. આ મામલે ધોળકા ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદ જિલ્લાના ધોળકાના ગાણેશર ગામે તળાવમાં ડુબી જવાથી બે બાળકોના મોત નિપજ્યા છે. તળાવમાં સવારે ત્રણ બાળકો ન્હાવા જતા ઉડા પાણીમાં ગરકાવ થઈ જતા બેના મોત નિપજ્યા હતા. હર્ષદ ડાભી અને સુભાષ દેવીપૂજક નામના બંન્ને બાળકોના મોત નિપજ્યા હતા. બંન્ને બાળકોની ઉંમર 8 વર્ષની આસપાસ હતી. આ ઘટનામાં યશ ડાભી નામના બાળકનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતા ગામવાસીઓના ટોળા તળાવ કિનારે એકઠા થઇ ગયા હતા. અને આખા ગામમાં શોકની લહેર ફરીવળી હતી. બન્ને મૃત બાળકોને તળાવમાંથી બહાર કાઢી મૃતદેહોને ધોળકા પી.એમ માટે મોકલાયા છે. ધોળકા રૂલર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો