કાલાવડના ભાવભી ખીજડીયા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે માસૂમોની નજર સામે પિતાનું મોત, ભાઈએ બહેનને ‘કુદરત રુઠી પણ હું તો છું ને’ કહેતા હોસ્પિટલમાં ગમગીની
જામનગર જિલ્લાના કાલાવડના ભાવભી ખીજડીયા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે માસૂમોની નજર સામે બેન્ક કર્મચારી પિતાનું મોત નીપજ્યું હતું. જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પિતાની મોતને નજરે જોનારા બે માસુમ બાળકો પૈકી મોટોભાઈ જ્યારે બહેનને હોસ્પિટલમાં હૈયા ધારણા આપી રહ્યો હતો ત્યારે હોસ્પિટલમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. ભાઈએ બહેનને જ્યારે ‘કુદરત રુઠી પણ હું તો છું ને’ એવું કહેતા હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઇ હતી.
ખીજડીયા ગામ પાસે બે કાર વચ્ચે સામસામે ટક્કર થઇ
આ અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ, કાલાવડ તાલુકાના ભાવભી ખીજડીયા ગામ પાસે આજે બે કાર વચ્ચે સામસામે ટક્કર થઇ હતી. જેમાં પરિવાર સાથે જામનગરથી જૂનાગઢ તરફ જઈ રહેલ કાર સવાર વિજય જૈનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જયારે તેમના પત્નીને માથા સહિતના ભાગે ઈજાઓ પહોચતા તાત્કાલિક જામનગર હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવમાં સામેની કારમાં સવાર એક આધેડ અને તેની બે ભાણેજને પણ ઈજાઓ પહોચી હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. જૂનાગઢમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને હોળીના તહેવારની રજાઓ હોવાથી તેનાં મામા તેડીને કાલાવડ તરફ આવતા હોવાની વિગતો જાણવા મળી છે.
માતાની ગંભીર હાલત જોઈ તેના બંને માસૂમ ભૂલકાઓ હેબતાઈ ગયા
બીજી તરફ પિતાના નજર સામે મૃત્યુ અને માતાની ગંભીર હાલત જોઈ તેના બંને માસૂમ ભૂલકાઓ હેબતાઈ ગયા હતા. આઠ થી દસ વર્ષીય મોટાભાઈએ તેની નાની બહેનને જામનગરની હોસ્પિટલમાં હાથનો સાથ આપી જે હૈયારખી આપી તે જોઈને કઠોર હૃદયના માનવીનું હૈયું પણ પીગળી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હજુ તો દુનિયાદારીની પણ સમજ ન આવી ત્યાં પલવારમાં પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલા બંને માસૂમ અવાચક થઇ ગયા હતા. હોસ્પિટલમાં માસુમ ભાઈએ નાની બહેનને પેટે હાથ મુકી હૈયારખી આપી, જાણે એમ ન કહેતો હોય કે વ્હાલા કુદરત રૂઠી ગયો છે હું નહી..તું હૈયે હામ રાખ, ભલભલા માણસનું પણ દિલ પીગળી જાય એવા દ્રશ્યો આ બંને માસુમની હાલત જોઈ સામે આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

