વલસાડના પારડીથી ભાણેજને વાપી મૂકવા જતાં હાઇવે પર સામેની બાજુથી ડિવાઇડર કૂદી ધસી આવેલી કાર અથડાતાં ભાઈ-બહેનનું મોત

નેશનલ હાઇવે 48 પર વલસાડના પારડીમાં રહેતા અને અમદાવાદ ભણતા દીકરાની સાથે વાપી ટ્રેન પકડવા નીકળેલી માતા અને મામાની કારને મોતીવાડા હાઇવે પર સામેની બાજુથી ડિવાઇડર કૂદી ધસી આવેલી કાર ધડાકાભેર અથડાતાં ભાઈ બહેનનું ઘટના સ્થળે કરૂણ મૃત્યું નિપજ્યું હતું. જ્યારે દીકરાનો નાની મોટી ઇજાઓ સાથે ચમત્કારિક બચાવ થયો હતો.

ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ધસી આવેલી કાર ધડાકાભેર કારમાં અથડાઈ

પારડી શ્રોફ સ્ટ્રીટમાં રહેતા અને અમદાવાદ ભણતા વેદાંત ભટ્ટ તેમજ તેની માતા પ્રતિક્ષાબેન દેવાંગભાઈ ભટ્ટ (ઉ.વ.52) તેજસ એક્ષપ્રેસમાં વાપીથી અમદાવાદ જવાના હોવાથી તેના મામા આનંદ રમેશભાઈ પુરોહિત (ઉ.વ. 49. રહે વલસાડ ડુંગરી) તેમને વાપી મૂકવા માટે સેલેરીયો કાર(GJ-15-CD-8149)માં સાંજે પારડીથી નીકળ્યા હતાં. દરમિયાન મોતીવાડા એપીકલ હોટલ સામે નેશનલ હાઇવે 48 પર સામેના ટ્રેક પરથી પસાર થતી આઈ ટ્વેન્ટી કાર (GJ-01-RH-6880)ને પાછળથી કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ડિવાઇડર કૂદી રોંગ સાઈડમાં આઈ ટ્વેન્ટી કાર ધડાકાભેર સેલેરીયો કાર સાથે અથડાઈ હતી. જેમાં ઘટના સ્થળે ભાઈ-બહેન આનંદ પુરોહિત અને પ્રતિક્ષાબેન ભટ્ટનું મોત થયું હતું. જ્યારે વેદાંત ભટ્ટને નાની મોટી ઇજાઓ સાથે ચમત્કારિક બચાવ થતાં તેને વધુ સારવાર માટે પારડી કુરેશી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ભાઈ બહેનના અકસ્માતમાં મોતથી શોકની લાગણી ફેલાઈ

બીજી તરફ દમણથી પરત સુરત અડાજણ પરત ફરતા આઈ ટ્વેન્ટીમાં બેઠેલા નિસર્ગ ભરતભાઈ પટેલ, નેહલબેન નિસર્ગભાઈ પટેલ,ધવલ બાબુભાઈ પટેલ, ઉર્વશી ધવલભાઈ પટેલ (તમામ રહે. સુરત અડાજણ)માંથી નેહલબેનને પણ ઇજા થતાં પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતાં. બ્રહ્મસમાજના ભાઈ બહેનના અકસ્માતમાં મોતના સમાચારથી શોકની લાગણી ફેલાઈ ગઇ હતી. જોકે, ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

પિતા ગોવા હોવાથી મામા મુકવા જતાં હતા

વેદાંતના પિતા દેવાંગ ભટ્ટ ગોવા કોન્ફોરન્સમાં હોવાથી વેદાંતને મૂકવા માટે વલસાડથી મામા આનંદભાઈ જતાં હતા. આ કરૂણ અકસ્માત થતાં ચાલક મામા આનંદ અને તેમની બહેન પ્રતિક્ષાનું કરૂણ મૃત્યુ નિપજ્યુંહતું. આનંદના ભાભી સ્વાતિબેન હરિદ્વાર ગયા હોવાથી અને દીકરો નડિયાદભણતો હોવાથી બંનેના મૃતદેહને પીએમ કરાવી હાલ પારડી કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે. પરિવારના આવ્યા બાદ અંતિમવિધિ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો