યુવતીઓના પ્રેમમાં બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું ‘જીવવાનું મન નથી….માટે જઈ રહ્યા છીએ’

રાજસ્થાનમાંથી (rajasthan) એક ઉંવાડા ઊભા કરી દેનારી ઘટના સામે આવી. જ્યાં બે ભાઈઓએ એક સાથે ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા (two brother suicide) કરી લીધી હતી. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે બંને યુવતીઓના પ્રેમમાં આ (suicide for love) પગલું ભર્યું હતું. તેમણે મરતા પહેલા યુવતીઓના નામ પોતાના હાથ ઉપર લખ્યાં હતા. એકના હાથમાં આશા અને બીજાના હાથ ઉપર તુલસી નામ લખ્યું હતું. બંનેની લાશો પાટા ઉપરથી મળી હતી. પોલીસે (police) લાશોને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલી આપી હતી.

આ દર્દનાક ઘટના બૂંદી જિલ્લાના કેશવરાયપાટનમાંથી સામે આવી હતી. જ્યાં બે પિતરાઈ ભાઈ દેવ અને મહેન્દ્રએ રવિવારે મોડી રાત્રે આ દર્દનાક પગલું ભર્યું હતું. તેમણે મરતા પહેલા એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો.

જેમાં તેમણે વીડિયોમાં જણાવ્યું હતું કે હવે આ દુનિયામાં જીવવાનું મન નથી લાગતું. એટલા માટે જઈ રહ્યા છીએ. અમારા ગયા પછી તમે કોઈને લડતા નહીં. નહીં તો અમારા બંનેની આત્માને શાંતિ નહીં મળે. ક્યારેક તો જવાનું જ હતું ને. દુઃખી ન થતાં.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને સંબંધમાં પિતરાઈ ભાઈઓ હતા. એક બુંદીમાં રહીને અભ્યાસ કરતો હતો જ્યારે બીજો સાથે જ રહીને કામ કરતો હતો. બંને મૂળ રૂપથી કેશવપુરા ગામના રહેવાશી હતા. આ ઘટનાગુડલા પાસે દિલ્હી મુંબઈ રેલવે લાઈન ઉપર બની હતી. પાટા પાસે તેમની એક બાઈક ઊભેલી મળી હતી. બંનેની લાશ ક્ષતવિક્ષત મળી હતી. એક યુવકનું માંથુ ધડથી અલગ થઈ ગયું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, બંને મૃતકોના મોબાઈલ જપ્ત કરી લીધા હતા. પરિવારજનો પાસેથી તેમના વિશે વધારે જાણકારી એકઠી કરતા તેમના પડોશીઓની પૂછપરછ થઈ રહી હતી. જેમાં બંનેએ પોતાના હાથ ઉપર યુવતીઓના નામ લખેલા મળ્યા હતા. આ પરથી લાગી રહ્યું હતું કે, બંનેને આ યુવતીઓ સાથે અફેર ચાલી રહ્યું હતું.

બંને વચ્ચે એવો શું વિવાદ થયો કે બંનેએ એક સાથે મરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે બંનેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે થોડા દિવસ જૂનો છે. જેમાં તેઓ ગીત ગાતા કહી રહ્યા છે. છોરી તને 10 દિવસ પહેલા કહ્યું હતું કે અમે મરીશું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો