જનતાના પૈસે મોજ: સુરતમાં મેયરના કરોડોના બંગલાના માટે અઢી લાખના વાસણ ખરીદાયા

સુરતના મેયરનો બંગલો જ્યારથી બન્યો છે ત્યારથી જ તે વિવાદના વંટોળમાં આવ્યો છે. આ બંગલો મુખ્યમંત્રીના બંગલાની જેમ વૈભવી રીતે બનાવવામાં આવ્યો છે. બંગલામાં ફર્નીચર, લાઈટીંગ, સિક્યોરીટી અને સુવિધાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ બંગલો તૈયાર કરવામાં આવ્યો હોવા છતાં પણ મેયર હેમાલી બોઘાવાલા તેમના પોતાના નિવાસ્થાન પર જ રહે છે અને માત્ર તેઓ મેયરના બંગલાનો ઉપયોગ એક ઓફિસ તરીકે કરી રહ્યા છે. ત્યારે મેયરના બંગલામાં રાખવામાં આવેલા વાસણો 2.50 લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવ્યો હોવાના કારણે આ બંગલો ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. 10 ઓગસ્ટ 2021ના રોજ આ વાસણોનું બીલ મૂકવામાં આવ્યું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર સુરતમાં કોઈ વિકાસમાં કામો કરવા હોય અથવા તો પ્રજાલક્ષી કામ કરવા હોય તો મહાનગરપાલિકાની તિજોરી ખાલી છે પણ નેતાઓની સુવિધા માટે આ તિજોરીમાં હંમેશા પૈસા છે. જનતાએ પરસેવાથી કમાયેલા પૈસાનો ટેક્સ મહાનગરપાલિકાને આપ્યો છે. પણ મહાનગરપાલિકા આ પૈસામાંથી લાખો રૂપિયાનો વેડફાટ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સુરત મહાનગરપાલિકાના મેયરના બંગલા માટે જે વાસણની ખરીદી કરવામાં આવી તેનું બીલ અઢી લાખ રૂપિયા મૂકવામાં આવ્યું હતું. મેયરના બંગલા માટે અઢી લાખ રૂપિયાના વાસણો ખરીદવામાં આવ્યા હોવાના કારણે સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવ્યું છે.

આ બાબતે બાંધકામ સમિતિના સંભ્ય અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મેયરના બંગલામાં જે રસોડુ બનાવવામાં આવ્યું છે તેમાં આશ્ચર્યની વાત છે કે, આટલો મોટી રકમમાં વાસણો ખરીદવામાં આવતા હોય તો તેના માટે ટેન્ડર બહાર પાડવું જોઈએ. આ તમામ ખરીદી ટેન્ડર વગર કરવામાં આવી છે. મેયરના બંગલાના રસોડા માટે જે અઢી લાખ રૂપિયાના વાસણની ખરીદી કરવામાં આવી તે મેન્ટેન્સ કોટા હેઠળ કરવામાં આવી છે.

મહત્ત્વની વાત છે કે, મેયરના બંગલા માટે જે વસ્તુની ખરીદી કરવામાં આવે છે તે મહાનગરપાલિકાની એસ્ટેટ ગણવામાં આવે છે. પણ મેયરના બંગલાની ખરીદવામાં આવેલી વસ્તુની યાદી એસ્ટેટમાં મુકવામાં આવતી નથી. તેથી સવાલ એ થાય છે કે, મેયર તેના પદ પરથી દૂર થાય અને બંગલામાંથી કોઈ વસ્તુ લઇ જાય તો કેવી રીતે ક્લેમ કરી શકાય.

અઢી લાખના વાસણની ખરીદીને લઇને સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, વાસણની ખરીદી અત્યારે થઇ નથી. મેયરનો બંગલો બન્યો ત્યારથી જ આ વાસણની ખરીદી કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ પોતાના નવા ઘરમાં જાય તો તે જે પ્રકારે ફર્નીચરની ખરીદી કરવામાં આવે તેના પ્રમાણે ઘરમાં વાસણોની ઘરમાં જરૂરીયાત હોય છે. મેયરના બંગલામાં જે પ્રકારે બધી વસ્તુની ખરીદી થઇ છે તે પ્રકારે આ વસ્તુની પણ ખરીદી કરવામાં આવી છે. તેમાં કઈ પણ ખોટું થયું નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો