રાજકોટ જિલ્લામાં પટેલ દંપતીની હત્યાનો પ્રયાસ કરનાર કુખ્યાત શિવકુ અને કુલદીપ ‘લંગડો’ ઝડપાયા

રાજકોટ: કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ફાળદંગ ગામે રહેતા ખેડૂત વલ્લભ ભાઈ ખુંટ અને તેમની પત્ની હેમીબેનને ત્રણ જેટલા શખ્સો દ્વારા પાઈપ અને ધોકાથી હુમલો કરી તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ સમગ્ર મામલાની જાણ થતા કુવાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અગાઉ વલ્લભભાઈ ખુંટનું શિવકુ વાળા સહિતના શખ્સો દ્વારા કારમાં અપહરણ કરી 3.85 લાખની ખંડણી વસૂલતી હતી. આ બાબતે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.

ત્યારે ખંડણીના ગુનામાં જામીન પર છૂટેલા શિવકુ વાળા સહિતના શખ્શો દ્વારા ખાર રાખી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા શિવકુ વાળા, મહિપત ચાવડા અને ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે શુક્રવારના રોજ શિવરાજ ઉર્ફે શિવકુ, કુલદીપ ઉર્ફે લંગડો અને મંગળુ ખાચર સહિતનાઓ ને ઝડપી પાડયા હતા.

આ મામલે એન. એન. ચુડાસમાએ જણાવ્યું હતું કે આરોપીઓ થાનના વડીયા ગામે પોતાના મિત્રો સાથે બેઠા હોય તે પ્રકારની બાતમી કુવાડવા પોલીસને મળી હતી. જે બાતમીના આધારે રેડ મારતા ત્રણેય આરોપીઓ ઝડપાઈ ગયા છે. આરોપી શિવરાજ અગાઉ મારામારી અને જુગાર સહિત 3 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જ્યારે કે કુલદીપ ઉર્ફે લંગડો દારૂના બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે જ્યારે કે મંગળુ ખાચર અગાઉ એક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો