અમદાવાદમાં બાઈકની અડફેટે આવતા જુડવા ભાઈઓના મોત: માતાનો આક્ષેપ- 108 અડધો કલાક મોડી આવતા જોડિયા બાળકોનાં મોત

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓ વધવાની જગ્યાએ વધી રહી છે. જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. નારોલ વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર પાસે લાંભા ગામના વળાંકે એક બાઇકચાલકે રસ્તા પર માતા સાથે પસાર થઈ રહેલા જોડિયા ભાઈઓને ટક્કર મારતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં બંનેનાં મોત નિપજ્યાં હતાં. આ અંગે નારોલ પોલીસે બાઇકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

માતાનો આક્ષેપ

માતાએ હૈયાફાટ રૂદન સાથે આક્ષેપ મૂકયો કે અકસ્માત પછી અમે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો પરંતુ 20 થી 25 મિનિટ સુધી આવી નહોતી. આ બંને બાળકોએ એલ.જી.હોસ્પિટલમાં દેહત્યાગ કર્યો.

માતાને નજીવી ઈજા થઈ

લાંભા ગામમાં રહેતા એક પરિવારનાં જોડિયાં ભાઈ 10 વર્ષના લવ અને કુશ તેમની માતા સાથે લાંભા ગામના વળાંક પાસેથી પસાર થતાં હતાં. આ દરમિયાન સામેથી આવી રહેલા બાઇકચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને લવ-કુશને અડફેટે લેતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે તેમની માતાને નજીવી ઈજા થઈ હતી. અકસ્માત સર્જી બાઈકસવાર ભાગી ગયો હતો. આ ઘટના નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં બાઇકસવારને પણ ઈજા થઈ હતી. જોકે તે બાઇક ઊભું કરી તરત જ ભાગી ગયો હતો.

બંને ભાઈઓ માતાની સાથે રમતાં રમતાં જઈ રહ્યાં હતાં

કેટલાક લોકોએ તેનો પીછો કર્યો હતો, પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. બીજી બાજુ ઈજા પામેલા લવ અને કુશને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બંને ભાઈનાં મોત નિપજ્યાં હતાં. ધોરણ-5માં અભ્યાસ કરતા બંને ભાઈઓ માતાની સાથે રમતાં રમતાં જઈ રહ્યાં હતાં. એવામાં અચાનક આ અકસ્માતથી માતા સહિત પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો