સાથે જન્મ્યા, સાથે જીવ્યા અને સાથે મૃત્યુ પામ્યા, કોરોના સામે જોડિયા ભાઈ જિંદગી હારી ગયા

કોરોના મહામારીના તાંડવ આગળ મનુષ્યો સંપૂર્ણ રીતે લાચાર થઈ ગયા છે. પરિવારના પરિવાર ખત્મ થઈ રહ્યા છે, મા-બાપ પોતાના બાળકોને ગુમાવી રહ્યા છે, તો બાળકો પણ અનાથ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના મરેઠમાં આ મહામારીએ એક એવું રૌદ્રરૂપ લીધું છે જે જાણીને સૌ કોઈનું હ્રદય કંપી ઉઠ્યું છે. અહીં બે જુડવા ભાઈઓના કોરોનાના કારણે મોત થયા છે. જે ભાઈ સાથે પેદા થયા એ બંને આ મહામારીના કારણે સાથે મૃત્યુ પામ્યા.

મેરઠમાં રહેનારા ગ્રેગરી રેમન્ડ રાફેલના બંને દીકરા એન્જિનિયર હતા. નામ હતુ જોફ્રેડ વર્ગીઝ ગ્રેગરી અને રાલ્ફ્રેડ જોર્જ ગ્રેગરી. આ 23 એપ્રિલના બંનેએ પોતાનો 24મો જન્મદિવસ મનાવ્યો હતો, પરંતુ કોને ખબર હતી કે આ અંતિમ ઉજવણી હશે. જન્મદિવસના આગલા દિવસે જ બંને કોરોનાનો શિકાર બન્યા અને હવે 13-14 મેના બંને ભાઈનું નિધન થયું. જુડવા ભાઈઓના પિતા ગ્રેગરી રેમન્ડ રાફેલનું કહેવું છે કે તેમનો પરિવાર આ ઘટનાથી તૂટી ગયો છે, હવે ફક્ત એમે ત્રણ લોકો જ પરિવારમાં બચ્યા છીએ.

ગ્રેગરીએ જણાવ્યું કે, બંને દીકરા 10 મેના કોરોના નેગેટિવ થઈ ગયા હતા. બંને હોશિયાર હતા અને કૉમ્યુટર એન્જિનિયર હતા, પરંતુ 10 મે પછી તેમની તબિયત બગડી અને 13,14 મેના બંનેનું નિધન થયું. ગ્રેગરી રેમન્ડે કહ્યું કે, તેઓ અને તેમની પત્ની સેન્ટ થૉમસ સ્કૂલમાં ભણાવતા હતા. તેમના બંને દીકરાઓએ બી-ટેકનો અભ્યાસ કર્યો, ત્યારબાદ સારી કંપનીઓમાં બંનેની નોકરી ગઈ. બંને દીકરાઓના જન્મમાં ફક્ત 3 મિનિટનું અંતર હતુ, જેમાં રાલ્ફ્રેડ નાનો ભાઈ હતો.

રાફેલે જણાવ્યું કે, પહેલા જોફ્રેડનું મૃત્યુ થયું. જ્યારે આના સમાચાર મા સોજાને મળ્યા તો તેમના મોઢામાંથી એ જ નીકળ્યું કે હવે રાલ્ફ્રેડ પણ નહીં બચે. આ જ થયું, કેટલાક કલાકો બાદ રાલ્ફ્રેડના મૃત્યુ થયાના સમાચાર આવ્યા. તેમણે કહ્યું કે, તેઓ અમને એક સારી જિંદગી આપવા ઇચ્છતા હતા. અમે લોકોએ ટિચિંગ કરીને બાળકોને મોટા કર્યા. ઘણો સંઘર્ષ કર્યો. બંને હૈદરાબાદથી કોરિયા અને પછી જર્મની જવાની યોજના બનાવી રહ્યા હતા. મને નથી ખબર કે ભગવાને અમને આવી સજા કેમ આપી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો