32 હજારનું LED TV મળી રહ્યું હતું માત્ર અઢી હજારમાં, આટલી સસ્તી કિંમત જોઈને લોકોની ભીડ જામી ગઈ પછી બોલાવી પડી પોલીસ

જરા વિચાર કરો કે તમને કોઈ સારી બ્રાન્ડનો એલઈડી ટીવી જેની કિંમત 32 હજાર રુપિયા હોય અને તે માત્ર અઢી હજારમાં મળે તો તમે શું કરશો? ચોક્કસથી તમે તમારા માટે અને સગા સંબંધીઓ માટે પણ ટીવીની ખરીદી કરી લેશો.

આવી જ એક ઘટના ફ્રાંસમાં બની. જ્યાં એક શોપિંગ મોલમાં 31500 રૂપિયાની કિંમતના પ્રાઈસ બોર્ડ પર ભૂલથી 2450 રૂપિયા લખેલા જોવા મળ્યા. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તુરંત તે દુકાનનું એડ્રેસ અને પ્રાઈસ બોર્ડનો ફોટોગ્રાફ વાઈરલ થયો. દુકાન પર સસ્તા ટીવી લેવા માટે લોકોની ભીડ જામવા લાગી.

મોલ પહોંચીને લોકો એક સાથે શોપિંગ બાસ્કેટમાં ચાર-ચાર ટીવી ભરી લીધા અને તેની કિંમત ચૂકવવા માટે કાઉન્ટર પર પહોંચી ગયા. જ્યારે કર્મચારીએ જણાવ્યું કે એક-એક ટીવીની કિંમત 32 હજાર રૂપિયા છે તો ગ્રાહકો ભડકી ગયા અને સસ્તી કિંમતે ટીવી દેવાની માંગણી કરવા લાગ્યા.

સસ્તા ટીવી ખરીદવા માટે દુકાનમાં ભારે ભીડ જમા થઈ જતા માલકે પોલીસ બોલાવી. દુકાન માલિકની સાથે પોલીસે લોકોને સમજાવ્યા કે પ્રાઈસ બોર્ડ પર ભૂલથી ખોટી કિંમત લખવામાં આવી હતી પરંતુ ગ્રાહકો માનવા તૈયાર નહોતા. દુકાન બંધ થયા પછી પણ ગ્રાહકો સુપરમાર્કેટમાંથી જવા માટે તૈયાર નહોતા. ત્યાર બાદ પોલીસે દુકાન જલદી થી જલદી ખાલી કરવાની ચેતવણી આપી ત્યાર બાદ લોકો ત્યાંથી રવાના થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો