ટીવી જગતનો એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. પ્રખ્યાત ટીવી સેલેબ્રિટી પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવી.

ટીવી જગતનો એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. પ્રખ્યાત ટીવી સેલેબ્રિટી અને મોડેલ શેફ જગી જ્હોન કેરળના પાટનગર થીરુવનંતપુરમ ખાતે આવેલા પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવી. પોલીસના જણાવ્યા પ્રમાણે સોમવારે સાંજે તેનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો. જગી અહીં તેની માતા સાથે રહેતી હતી. મૃતદેહ તેના ઘરના રસોડામાંથી મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થીરુવનંતપુરમના કુરવન્કોનમ વિસ્તાર ખાતે જગી જ્હોનનું ઘર આવેલું છે. જગીના એક મિત્રને સૌ પહેલા આ અંગેની જાણ થઈ હતી. જે બાદમાં તેણે ફોન કરીને પોલીસને બોલાવી હતી. પોલીસે કહ્યું કે જગીના શરીર પર ઇજાના કોઈ જ નિશાન નથી જોવા મળ્યા. માટે મોતનું કારણ હજુ અકબંધ છે. અમે આ કેસમાં તપાસ કરી રહ્યા છીએ. આ મામલે પંચનામું તેમજ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ જ જગીના મોતનું સાચું કારણ જાણી શકાશે.

જગી ટીવી પર પોતાનો કૂકરી શો જગીસ કૂકબૂક ચલાવતી હતી. આ ઉપરાંત તેણી બ્યૂટી અને પર્સનાલિટી શોઝમાં જજ તરીકે પણ કામ કરતી હતી. એટલું જ નહીં જગી સારી ગાયિકા અને પ્રેરણાત્મક વક્તા પણ હતી. આ ઉપરાંત જગી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ સક્રિય હતી. જગીએ રવિવારે અંતિમ પોસ્ટ લખી હતી. જેમાં તેણીએ લખ્યું હતું કે, “May the tears you cried in 2019 water the seeds you’re planting for 2020.”

જગીને તેના એક મિત્રએ ફોન કર્યો હતો. જગીએ ફોન પર કોઈ જવાબ ન આપતા તેણે તેના અને જગીના એક કૉમન ડૉક્ટર મિત્રને આ અંગેની જાણ કરી હતી. ડૉક્ટર સોમવારે સાંજે જગીના ઘરે ગયો હતો. આ સમયે જગીનું ઘર અંદરથી બંધ હતું. જે બાદમાં આ મિત્રએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બારીમાંથી અંદર જોયું તો જગી તેના રસોડામાં નીચે પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો