સુરતમાં આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો : ‘મમ્મી, ટીચર ખોળામાં બેસાડી ગંદું કરે છે’, બાળકે એવું કહેતા ભાંડો ફૂટ્યો

કાપોદ્રામાં ટયુશન ક્લાસીસના શિક્ષકે ધો.1ની વિદ્યાર્થી સાથે બદકામ કરતા ભારે હંગામો મચી ગયો હતો. બાળકે માતાને વાત કરતા પરિવારજનોએ ક્લાસીસમાં સીસીટીવી કેમેરા ગોઠવતા શિક્ષકની વિકૃત હરકતોનો ભાંડો ફૂટી ગયો હતો. કાપોદ્રા પોલીસે શિક્ષક સામે પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ આદરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કાપોદ્રામાં રહેતા મુળ જુનાગઢના વતની જયેશભાઇ (નામ બદલ્યું છે) હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 6 વર્ષનો પુત્ર લસકાણાની શાળામાં ધો.1માં અભ્યાસ કરે છે તેમજ ઘર નજીકમાં આવેલા મૌલિકભાઇ ભાવેશભાઇ આકોલિયા (ઉ.વ.30, રહે- શિવ બંગ્લોઝ, ઉમરા, વેંલજા)ને ત્યાં ટયુશન ક્લાસીસમાં જાય છે. દરમિયાન ગત તા.11મીએ સવારે બાળકે ટયુશન જવાનો ઇન્કાર કર્યો હતો.

માતાએ પૂછયું તો બાળકે * મમ્મી, ટીચર ગંદુ ગંદું કરે છે * એવું કહ્યું હતુ. જેથી માતા ચોંકી ગઇ હતી. તેણીએ દીકરાને સમજાવી પૂછપરછ કરતા ટયુશન ટીચર ખોળામાં બેસાડી અશ્લીલ હરકતો કરવા સાથે ગુપ્ત ભાગે અડપલાં પણ કરતા હતા. માતાએ પતિ સહિતના પરિવારજનોને વાત કરી હતી. જેથી પરિવારજનોએ શિક્ષકને પાઠ ભણાવવા રંગેહાથ પકડવાનો પ્લાન નક્કી કર્યો હતો. ટયુશન ક્લાસીસ જે જગ્યાએ ભાડેથી ચાલે છે તેના માલિકને વિશ્વાસમાં લઇ શિક્ષકની ચોરીછૂપીથી ક્લાસમાં સીસીટીવી કેમેરા લગાડી દીધા હતા.

દરમિયાન શિક્ષક મૌલિકે તા.18મીએ પણ બાળક સાથે બિભત્સ હરકતો કરી હતી. શિક્ષકની આ કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આમ, શિક્ષક મૌલિક આકોલિયાએ બાળક સાથે ત્રણેક વખત દુષ્કર્મ કર્યુ હતુ. પરિવારજનોએ સીડી સાથે પોલીસમાં ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે શિક્ષક મૌલિક આકોલિયા વિરૃદ્ધ આઇટી એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પીઆઇ ગુર્જર ચલાવી રહ્યા છે.

ટયુશન શિક્ષક મૌલિક આકોલિયાની અશ્લીલ હરકતો બહાર આવતા વાલીઓ ધૂંઆપૂંઆ થઇ ગયા હતા. ભારે હંગામો મચતા શિક્ષક મૌલિકના મોટાભાઇના કાને આ વાત પહોંચી ગઇ હતી. મોટાભાઇએ મૌલિકને લાફા પણ માર્યા હતા. પાપનો ઘડો ફૂટી જતા શિક્ષક એલર્ટ બની ગયો હતો. જેથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો