OMG! પાંચ વર્ષના બાળકના પેટમાંથી મળ્યું ત્રણ ફૂટ લાંબુ ગુંચડું, જોઈને ડોક્ટરો પણ ચોંકી ગયા

રાજસ્થાનમાં (Rajasthan) રહેનારા પાંચ વર્ષના બાળકના પેટમાં એક વર્ષથી દુખાવાની (Abdominal pain) સમસ્યાથી પરેશાન હતો. જ્યારે ડોક્ટરોને (doctors) બતાવ્યું તો તેમણે એક સર્જરી કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ ઓપરેશન (Operation) કરનાર ડોક્ટરોની આંખો પહોંળી જ રહી ગઈ હતી. બાળકના પેટમાંથી 1-2 નહીં પરંતુ ત્રણ ફૂટ લાંબા સાંપના આકારનું ગુંચડું મળ્યું હતું. જેને જોઈને ડોક્ટરો ચોંકી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના બૂંદી જિલ્લાના હિંડોલીમાં રહેતા 5 વર્ષના બાળકને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવો રહેતો હતો. ડોક્ટરોને પોતાની પરેશાની વ્યક્ત કરી હતી. અનેક વખત ડોક્ટરોને બતાવવા છતાં સમસ્યાનું સમાધાન થતું ન હતું. થોડો સમય દવા ચાલે ત્યાં સુધી સારું લાગતું પછી પાછું હતું એવું જ જતું હતું.

પેટના દુઃખાવાના કારણે બાળક ખૂબ જ નબળો પડતો જતો હતો. ખાવાનું-પીવાનું ખૂબ જ ઓછું થઈ ગયું હતું. પરેશાન માતા-પિતા તેને લઈને બૂંદીના ડોક્ટર પીએમ માહેશ્વરી પાસે લગઈ ગયા હતા.

ડોક્ટરોએ તપાસમાં જોયું કે તેના પેટમાં ગાંઠ જેવું કંઈક છે. ત્યારે બાળકને કોટાના ડોક્ટોર સમીર મેહતા પાસે રિફર કર્યો હતો. ત્યાર બાદ ડોક્ટરે એક સર્જરી કરવાની સલાહ આપી હતી. જ્યારે બાળકનું ઓપરેશન થયું ત્યારે ડોક્ટરોના પણ હોશ ઉડી ગયા હતા.

બાળકના પેટમાંથી સાંપ જેવું દેખાતું દોરાઓથી બનેલું આશરે ત્રણ ફૂંટ લાબું ગુંચડું નીકળ્યું હતું. આ ગાંઠને તપાસ માટે મોકલાઈ છે. અત્યારે બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો