ભારતીય ઇન્સ્ટિટ્યૂટની હળદરથી કેન્સર મટાડતી ટ્રીટમેન્ટની પેટન્ટને મંજૂરી મળી, તેમાં રહેલું કરક્યૂમિન ટ્યૂમરને ઓગાળી નાખે છે

તિરુવનંતપુરમમાં શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસે હળદરથી કેન્સરની સારવારની અમેરિકન પેટન્ટ પ્રાપ્ત કરી લીધી છે. સંસ્થાનો દાવો છે કે, હળદરમાં રહેલાં કરક્યૂમિન તત્ત્વથી કેન્સરની સારવાર થઈ શકે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, શરીરમાંથી ગાંઠને દૂર કર્યા બાદ હળદરથી સારવાર કરવામાં આવશે જેથી, ટ્યૂમર ઓગળી જાય અને શરીરમાં ફેલાતું અટકે.

કરક્યૂમિન શા માટે?

મુખ્ય સંશોધક ડો. લિસી કૃષ્ણનના જણાવ્યા મુજબ, હળદરમાં રહેલું કરક્યૂમિન સરળતાથી શરીરમાં સમાઈ જાય છે અને કેન્સર સામે લડે છે. કેન્સરના કોષોને દૂર કરવા માટે સીધા જ ગાંઠના ભાગમાં કરક્યૂમિન રિલીઝ કરવામાં આવશે. આ સામાન્ય કોષોને નુકસાન ન પહોંચાડીને કેન્સરના કોષો પર સીધો હુમલો કરશે. ઘણા સંશોધનોમાં એ પણ સાબિત થયું છે કે તે કેન્સરના કોષોને મારી નાખે છે.

આ રીતે સારવાર કરાશે

સંસ્થાના ડાયરેક્ટર આશા કિશોરીના જણાવ્યા મુજબ, શરીરમાં કરક્યૂમિન એક ઇમ્પપ્લાન્ટ ‘વેફર’ દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવશે. વેફરમાં બંને કરક્યૂમિન અને એલ્બ્યૂમિન બંને તત્ત્વો હશે. શસ્ત્રક્રિયાથી ગાંઠને દૂર કર્યા પછી તે કેન્સરગ્રસ્ત ભાગમાં વેફર ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે. વેફરમાં રહેલું એલ્બ્યૂમિન તત્ત્વ કેન્સરના કોષોને એકત્રિત કરશે અને કરક્યૂમિન આ કોષોમાં જઇને તેને મારી નાખશે.

આ સંશોધન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સાથે મળીને કરવામાં આવ્યું છે. પેટન્ટ મળ્યા બાદ હવે તેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે અને ટૂંક સમયમાં આ ટેક્નોલોજી કેન્સરના દર્દીને ઉપલબ્ધ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો