રોજ સવારે કે રાતે પીલો આ દેશી ડ્રિંક, 10 પ્રકારની તકલીફો તરત જ થઈ જશે દૂર

શિયાળામાં સામાન્ય રીતે લોકો વધુ ચા પીતા હોય છે, એમાં પણ ચાના શોખીન લોકો ચામાં આદુ, ફુદીનો મસાલાવાળી ચા પીતા હોય છે. જોકે, ઘણી વખત એક દિવસમાં જે લોકો 5-6 કપ ચા પી જતાં હોય છે તેમણે ઘણમી સમસ્યાઓ પણ થાય છે. પણ કોણે કીધું ચા પીવાથી નુકસાન જ થાય છે. જો તમે આદુ, તજ અને હળદરની ચા પીશો તો, માઈગ્રેન, અપચો, પીરિયડ્સની સમસ્યાઓ થશે દૂર સાથે જ અન્ય પણ ફાયદાઓ મળશે. આ ચા બીમારીઓથી બચાવશે અને શરીરને અંદરથી મજબૂત પણ બનાવશે. તો ચાલો તમે પણ જાણી લો આ ચા વિશે અને તેના ફાયદાઓ.

આદુ, તજ અને હળદરની ચા પીશો તો, માઈગ્રેન, અપચો, પીરિયડ્સની સમસ્યાઓ થશે દૂર

ડ્રિંક બનાવવાની રીત

સૌથી પહેલાં એક વાસણમાં 1 ગ્લાસ પાણી ઉકળવા મૂકો. પછી તેમાં અડધી ચમચી આદુનો રસ, અડધી ચમચી હળદર અને એક નાનો ટુકડો તજનો નાખીને 5-7 મિનિટ ઉકાળો. પછી તેને ગાળીને સવારે ખાલી પેટ અને રાતે સૂતી વખતે પીવો.

ફાયદા

ઈમ્યૂનિટી

સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે આ હેલ્ધી ડ્રિંક રોજ પીવાથી ઈમ્યૂનિટી વધે છે અને રોગો અને ઈન્ફેક્શન થવાનો ખતરો ઓછો રહે છે.

શરદી ખાંસી

આ હેલ્ધી ડ્રિંક પીવાથી શિયાળામાં શરીરને ગરમાવો મળે છે. સાથે જ આ ડ્રિંક પી લેવાથી શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યાઓ પણ થતી નથી.

ડાયાબિટીસ

આ નેચરલ ડ્રિંક પીવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસ સામે રક્ષણ પણ મળે છે.

શરીરને ડિટોક્સ કરે છે

આ ચા પીવાથી લોહીમાં રહેલાં હાનિકારક તત્વો દૂર થાય છે અને બોડી હેલ્ધી રહે છે.

ઉબકાં

આ ચા પેટમાં એસિડ લેવલને ઓછું કરે છે. જેનાથી ઉબકાંની સમસ્યા દૂર થાય છે. સાથે જ પ્રેગ્નેન્સીમાં મોર્નિંગ સિકનેસની સમસ્યા પણ દૂર થાય છે.

માઈગ્રેન

આ ચામાં રહેલાં એન્ટીઈન્ફ્લામેટરી તત્વ સોજાને દૂર કરવામાં મદદ કરે છે. સાથે માઈગ્રેનના દર્દથી રાહત આપવામાં પણ કારગર છે.

અપચો

જો પેટ ભરેલું અને ભારે લાગે તો આ ચા રોજ પીવો. આ પેટનું એસિડ લેવલ ઓછું કરે છે અને ડાઈજેશનને પણ ઠીક રાખે છે.

પીરિયડ્સ

પીરિયડ્સ સમયે પેટમાં દુખાવો થતો હોય તો આ ચા પીવો. આમાં રહેલાં તત્વ આ સમસ્યાથી બચાવશે.

વજન

જો તમારે વજન ઘટાડવું છે તો રોજ સવારે ખાલી પેટ અને રાતે ડિનર પછી આ ચા પીવો. આનાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થસે અને વજન પણ ઘટશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો