તુલસીનું પાણી ડાયાબીટિસ, માઈગ્રેન તેમજ ખાંસીમાં છે લાભદાયી, આ રીતે બનાવો અને પીવો પછી જુઓ કમાલ

શરીરમાં ઓક્સિજન ઓછું હોય તો તેની સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. શરીરમાં ઓક્સિજન ઓછું થવાનું કારણ મોટેભાગે પ્રદૂષણ હોય છે. પ્રદૂષણના કારણે શરીરમાં ઓક્સિજનનું લેવલ એકદમ ઓછું થઈ જાય છે. આટલું જ નહીં એલર્જી, માઈગ્રેન, ફેફસાંમાં ઈન્ફેક્શન, ઉધરસ અને આંખોની નબળાઈ પણ પ્રદૂષણના કારણે થાય છે પરંતુ આ બધાના કારણે શરીરમાં ઓક્સિજન ઓછું થઈ જાય છે અને બીમારીઓનો ખતરો વધી જાય છે. એટલા માટે તે વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે શરીરમાં ઓક્સિજનનું લેવલ સારૂ રહે. આ માટે તમારે ભોજનમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ જે તમારામાં ઓક્સિજન લેવલને વધારવાનું કામ કરે, અને આ માટે કારગર છે તુલસી.

શરીરમાં ઓક્સિજનની ઉણપ હોય તો શું થાય?
પ્રદૂષણની અસરથી શરીરમાં ઓક્સિજનનું લેવલ ઘટવા લાગે છે અને તેનાથી ઘણી-બધી બીમારીઓ થવાનો ખતરો રહે છે. પ્રદૂષણના કારણે શ્વાસ લેવાની સાથે-સાથે ફેંફસામાં સૂક્ષ્ણ કણ પણ પહોંચે છે જેનાથી ફેફસાં પણ ખરાબ અસર પડે છે. ફેંફસા સારી રીતે કામ ન કરે તો શરીરમાં બીજી ઘણી તકલીફો થવા લાગે છે. શરીરમાં કાર્બન ડાઈઓક્સાઈડનું લેવલ વધવા લાગે છે. જેને કાર્બોઓક્સિહીમોગ્લોબિન કહેવાય છે અને આ ઘણી બધી બીમારીઓનું કારણ બને છે. શરીરમાં 90થી 100 ટકાથી ઓછું ઓક્સિજન હોય તો વ્યક્ત બીમાર પડી જાય છે. 90 ટકાથી ઓછું ઓક્સિજન હોવાથી થાક, સ્કિન એલર્જી, આંખોમાં બળતરા, શરદી-ખાંસી અને અસ્થમા જેવી તકલીફ થાય છે.

પ્રદૂષણથી મુક્ત કરનારા પ્લાન્ટમાં તુલસીનો છોડ કારગત સાબિત થશે. ઘરમાં તુલસી લગાવવાથી ઘરમાં શુદ્ધ હવા આવે છે. તુલસીનો છોડ પ્રદૂષણનું પ્રમાણે 30 ટકાથી ઓછું કરી દે છે. એટલા માટે તમારા ઘરમાં તુલસીનો છોડ જરૂરથી લગાવો સાથે જ તુલસીનું સેવન પણ કરો. આ માટે તુલસીનું પાણી પીશો તો ફાયદામાં રહેશો.

કેવી રીતે બનાવશો તુલસીનું પાણી?
તુલસીના 10થી 12 પાન સારી રીતે ધોઈ લો. હવે એક પેનમાં ત્રણ કપ પાણી લો. તેમાં તુલસી, આદુનો એક ટુકડો, બે કાળા મરી ઉમેરીને સારી રીતે ઉકાળી લો. આ પાણી જ્યારે ઉકળીને તેની માત્રા બે કપ થઈ જાય એટલે તેને ગાળી લો. આ પાણી તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવશે અને શરીરમાં ઓક્સિજનના લેવલને પણ વધારશે.

આ પાણી પીવાના અન્ય ફાયદા
તુલસીનું પાણી નિયમિત પીવાથી સ્કિન સાથે જોડાયેલી તકલીફો દૂર થાય છે સાથે જ લોહી સાફ થાય છે. ડાયાબીટિસના દર્દીઓએ પણ તુલસીનું આ પાણી પીવું જોઈએ. માઈગ્રેનની તકલીફ હોય તો પણ તુલસીનું સેવન જરૂર કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો