સુરેન્દ્રનગરમાં ટ્યુશન ક્લાસના સંચાલકે વિદ્યાર્થિની સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, આ જન્મમાં એક ના થઈ શકતા સજોડે આત્મહત્યા કરી હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ

રતનપર વિસ્તારમાં ટ્યૂશન ચલાવતા 48 વર્ષીય શિક્ષક અને 19 વર્ષીય વિદ્યાર્થિની પ્રેમકહાનીનો કરુણ અંજામ આવ્યો હતો. શુક્રવારે શિવધારા ક્લાસીસમાં જ બંનેએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર ફેલાઈ હતી.

મૂળ સાયલાના વતની અને હાલ રતનપરમાં રહેતા દિનેશભાઈ અંબારામભાઈ પુજાણી શિવધારા ક્લાસીસના નામથી ટ્યૂશન ક્લાસ ચલાવતા હતા. તેમને ત્યાં તેમના ઘરની બાજુમાં રહેતી વિદ્યાર્થિની શ્રદ્ધા ધો. 10માં ટ્યૂશનમાં આવતી હતી. બંને બાજુબાજુમાં રહેતાં હોઈ અને ક્લાસીસમાં મળતાં હોઈ પ્રેમસંબંધ બંધાયો હતો પરંતુ શિક્ષક દિનેશભાઈ પરીણિત હતા અને તેમને સંતાનમાં 19 વર્ષનો દીકરો હતો અને ઉંમર પણ 48 વર્ષની હતી. આથી બંનેનાં લગ્ન શક્ય નહોતાં તથા પરિવારજનો અને સમાજ પણ નહીં સ્વીકારે તેવું માનીને શુક્રવારે બંનેએ ક્લાસીસમાં ધાબાના હૂક સાથે દુપટ્ટા બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં પીએસઆઇ એન. એચ. કુરેશી, સ્ટાફના ભરતભાઈ, મેહુલભાઈ, ચમનલાલ સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમે તો આગળ ભણે તે માટે ટ્યૂશન મોકલી હતી મૃતક વિદ્યાર્થિનીના દાદા દેવસીભાઈ પ્રભુભાઈ ચાવડાએ કહ્યું- સવારે તેના પિતા કાપડની ફેરીનો ધંધો કરતા હોવાથી કામે જવા નીકળી ગયા હતા. ભાઈ ઘરે સૂતો હતો. કોઈને ઘરે કીધા વગર રાબેતા મુજબના સમયે ક્લાસ જવા નીકળી હતી. જ્યાંથી તેણે આત્મહત્યા કરી લીધાના સમાચાર આવતાં અમારા સૌ પર આભ તૂટી પડ્યું હતું. અમારી દીકરી સાવ ભોળી હતી. ઘરે પાસે એકલી દુકાને પણ જતાં ડરતી. તેણે આવડુંમોટું પગલું ભરી લીધું! અમે તો તેને ભણવા માટે ટ્યૂશનમાં મોકલતા હતા અમને ક્યાં ખબર હતી કે ભણતર તેના મોતનું કારણ બનશે અને આવું પગલું ભરી લેશે.

મરતાં પહેલાં દિનેશે શ્રદ્ધાની માંગમાં સિંદૂર પૂરી, મંગળસૂત્ર પહેરાવ્યું હતું
શ્રદ્ધા ઘરેથી નવાં કપડા-ચૂડો પહેરીને આવી હતી. તેવી જ રીતે દિનેશે પણ નવાં કપડાં પહેર્યાં હતાં. બંનેએ હાથમાં નાડાછડી બાંધી હતી. દિનેશે શ્રદ્ધાની માંગમાં સિંદૂર પૂરીને મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું. પછી બંનેએ અંતિમ પગલું ભર્યું હતું.

ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે, લખી બંનેએ અલગ અલગ ચિઠ્ઠી લખી
શ્રદ્ધા અને દિનેશે પોતપોતાના પરિવારને સંબોધીને 3 પાનાંની અંતિમ ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીની શરૂઆતમાં ‘ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે’, લખ્યું હતું. શ્રદ્ધાએ માતા-પિતા, ભાઈની માફી માગી હતી જ્યારે દિનેશે પત્ની, સંતાનો અને મિત્રોની માફી માગી હતી. બંનેએ લખ્યું હતું કે અમારે મનમેળ થઈ ગયો છે. એકબીજાને મૂકી શકીએ તેમ નથી. અમે એક થઈ શકીએ તેવી કોઈ શક્યતા નથી. અમારી પાસે બીજું કોઈ પગલું નથી. કારણ કે સમાજ અમને સ્વીકારશે નહીં. આથી આ અંતિમ પગલું ભરીએ છીએ. સમાજ થોડો સમય વાતો કરશે. અમે આ ભૂલ કરીએ છીએ અમારાં અરમાન પૂરાં થાય તેમ નથી એટલે આ છેલ્લું પગલું ભરીએ છીએ. અમને માફ કરી દેજો. શ્રદ્ધાએ પરિવારને સંબોધીને એવું પણ લખ્યું હતું કે મારાં લગ્ન બીજે કરવાના તમારા કોડ હતા પરંતુ મારે બીજે લગ્ન કરવાં નથી. તમે મારી ઉપર શંકા કરતા હતા પરંતુ હું ખોટું બોલીને ટાળી દેતી હતી મને માફ કરજો. પછી બંનેએ લખ્યું હતું કે અમે આ જન્મમાં એક ન થઈ શક્યાં તો આવતા જનમમાં મળીશુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો