જો તમને વારેઘડી માથું દુઃખતુ હોય તો અજમાવી લો આ ઘરેલૂ ઉપાયો, તરત દુઃખાવાથી મળશે રાહત

આપણને દરેકને ખ્યાલ છે કે જો એકવાર આપણને માથું દુઃખવાનું શરૂ થાય એટલે ગયા કામથી. અન્ય કોઈ પણ કામમાં મન લાગતું નથી. આવા સમયે આપણે ખાસ કરીને પેનકિલર લઈને તેનાથી છૂટકારો મેળવવાનું વિચારીએ છીએ. પરંતુ તે લાંબા ગાળે નુકસાન કરે છે. આ માટે અમે આપને માટે કેટલાક ઘરેલૂ ઉપાયો લાવ્યા છીએ જેનાથી તમને તરત જ માથાના દુઃખાવામાંથી રાહત મળશે.

ગ્રીન ટી

માથાનો દુખાવો થવા પર સૌથી પહેલાં ચા યાદ આવે છે, પણ ચાની જગ્યાએ જો ગ્રીન ટી પીવામાં આવે તો તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. વધુ પ્રમાણમાં ચા પીવાથી શરીરને નુકસાન થાય છે. જેથી હેલ્ધી ઓપ્શન પસંદ કરી શકો છો.

લવિંગનું તેલ

માથાના દુખાવાનો રામબાણ ઈલાજ છે લવિંગનું તેલ. લવિંગના તેલથી કપાળ પર મસાજ કરવાથી માથાના દુખાવામાં આરામ મળે છે.

એક્યુપ્રેશર ટેકનિક

આ ટેકનિકથી તમે ફક્ત ગણતરીની મિનિટમાં માથાનો દુઃખાવો દૂર કરી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા અંગૂઠા અને વચ્ચેની પહેલી આંગળીની જગ્યા પર હળવેથી મસાજ કરવાનું છે. આ પ્રક્રિયા બન્ને હથેળી પર કરવી. આંગળીઓના વચ્ચેની જગ્યાને ગોળ દિશામાં થોડા પ્રેશર સાથે મસાજ કરો. આ રીતે તમે એક મિનિટમાં તમારા માથાના દુઃખાવાથી છૂટકારો મેળવશો.

સૂંઠની પેસ્ટ

સૂકા આદુના પાઉડરને સૂઠ તરીકે ઓળખવામાં આવે છે. તેની તાસીર ગરમ હોય છે. જ્યારે પણ તમને માથુ દુઃખે ત્યારે એક ચમચી સૂંઠ પાવડરને થોડા પાણીમાં મિક્સ કરો. હવે તેને એક વાસણમાં થોડું ગરમ કરીને રૂમ ટેમ્પ્રેચર પર લાવો. તેને કપાળ પર લગાવો. તમારા માથાનું દર્દ દૂર થઈ જશે. એક પણ ગોળી લેવાની જરૂર પડશે નહીં.

તજ પેસ્ટ

ઘણી વાર ઠંડીમાં હવા લાગી જવાથી માથાનો દુઃખાવો થઈ જાય છે. આવી સ્થિતિમાં તજમાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને માથા પર તેનો લેપને લગાવી મૂકી દો. થોડી વાર પછી ગરમ પાણીથી તેને સાફ કરો. તમારા માથાનો દુખાવાથી તરત રાહત મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો