કોરોના વાયરસથી થયેલા નુકસાન માટે ચીન પાસેથી 12 લાખ કરોડથી વધુ વળતર વસુલીશું: ટ્રમ્પ

જર્મનીનાં એક સમાચાર પત્રએ હિસાબ લગાવ્યો હતો કે કોરોના વાયરસથી થયેલા નુકસાનનાં બદલે ચીન પર લગભગ 162 બિલિયન ડૉલર (લગભગ 12 લાખ કરોડ રૂપિયા)નો દંડ થાય છે. હવે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા કોરોનાથી થયેલા નુકસાન માટે ચીનને 162 બિલિયન ડૉલરથી પણ વધારેનું બિલ મોકલશે. એક રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પનું માનવું છે કે ચીન કોરોના વાયરસનાં પ્રસારને પહેલા જ રોકી શકતુ હતુ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

જર્મની કરતા પણ વધારે દંડ પર વિચારી રહ્યું છે US

સોમવારનાં જ્યારે ટ્રમ્પને પુછવામાં આવ્યું કે શું તેઓ જર્મનીનાં સમાચાર પત્રની માફક ચીનને બિલ મોકલવા પર વિચારે છે? તેમણે કહ્યું કે, “જર્મની આ વિશે વિચારી રહ્યું છે. અમે પણ જોઇ રહ્યા છીએ. અમે જર્મની કરતા પણ વધારે રકમ વિશે વિચાર કરી રહ્યા છીએ.” ટ્રમ્પે એ પણ કહ્યું કે ચીનને કેટલા ડૉલરનું બિલ મોકલવામાં આવશે તેને લઇને અંતિમ નિર્ણય સુધી નથી પહોંચ્યા, પરંતુ આ રકમ ઘણી વધારે હશે.

કોરોનાથી અનેક દેશોને લાખો અબજનું નુકસાન

ટ્રમ્પે એ પણ કહ્યું કે અમેરિકા કોરોના વાયરસ મામલે ચીનની એક્શનની તપાસ પણ કરી રહ્યું છે. આ વાયરસને પહેલા જ ચીનમાં રોકી શકાતો હતો. આ પહેલા ટ્રમ્પ કોરોના વાયરસને ચીની વાયરસ પણ કહી ચુક્યા છે, જેના પર ચીને વાંધો ઉઠાવ્યો હતો. કોરોના વાયરસનાં કારણે અનેક દેશોમાં સંપૂર્ણ રીતે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આના કારણે ઇકોનોમી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. અનેક દેશોને લાખો અબજ રૂપિયાનું નુકસાન થયું છે.

જર્મનીને 162 બિલિયન ડૉલરનું નુકસાન થયું

અમેરિકામાં કોરોના વાયરસનાં કારણે કરોડો લોકો બેરોજગાર થયા છે અને અનેક અમેરિકી રાજ્યોમાં લોકડાઉનની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકો ટ્રમ્પને બજાર ખોલવા માટેની માંગ કરી રહ્યા છે. ગત અઠવાડિયે જર્મનીનાં સમાચાર પત્ર Bildએ ચીન પાસેથી દંડ લેવા માટે અંદાજિત રકમનો આંકડો પ્રકાશિત કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે કોરોના વાયરસનાં કારણે જર્મનીને 162 બિલિયન ડૉલરનું નુકસાન થયું છે. જો કે જર્મનીની સરકારે સમાચાર પત્રનાં પ્રસ્તાવ પર સહમતિ નહોતી આપી.

કોરોના વાઈરસને કારણે દુનિયાના ઘણા દેશોની ઈકોનોમી પર ખરાબ અસર પડી છે. અમેરિકામાં પણ આ મહામારીના કારણે કરોડો લોકો બેરોજગાર થઈ ચુક્યા છે અને ઘણા અમેરિકન રાજ્યોમાં લોકડાઉન વિરુદ્ધ વિરોધ દેખાવો પણ થઈ રહ્યા છે. લોકો ટ્રમ્પ પાસે બજાર ખોલવાની પણ માંગ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો