જેતપુરમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા કેબિનેટ મંત્રીએ દેખાડી માનવતા, જયેશ રાદડિયાએ કાર ઉભી રાખી ઇમરજન્સીમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો
જેતપુરના તત્કાલ ચોકડી પધારો રિસોર્ટ સામે એક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયા હતા. આ સમયે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ત્યાંથી પસાર થઈ રહ્યા હોય પોતાની કાર ઉભી રાખી ઈજાગ્રસ્તની વ્હારે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇમરજન્સી સેવાને બોલાવી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મેડિકલ સેવા અને પોલીસને તુરંત બોલાવી
જયેશ રાદડિયાએ સ્થળ પર ઉભા રહી મેડિકલ સેવાને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત જયેશ રાદડિયાએ જેતપુર પોલીસને ફોન કરતા જ સ્ટાફ તાબડતોબ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. જયેશ રાદડિયાની આ કામગીરીને લઈ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી. તેમજ હોસ્પિટલમાં પણ પીડિત વ્યક્તિને કોઈ મુશ્કેલી ન પડે તેવી મેડિકલ વિભાગને સ્પષ્ટ સુચના આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

