કોરોના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા દર્દીઓ માટે સંજીવની છે પ્રોન પોઝિશન, 40 મિનિટમાં ઓક્સિજનનું લેવલ સુધારે છે, આ સેલ્ફ નેચરલ વેન્ટિલેટર 80% અસરકારક છે

કોરોના સંક્રમણને કારણે મોટા ભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો હોવા પર હોસ્પિટલોમાં વેન્ટિલેટર નથી મળી રહ્યાં. આવા દર્દીઓ માટે પ્રોન પોઝિશન ઓક્સિજિનેશન ટેક્નિક 80% સુધી અસરકારક છે. દરેક તબીબી પ્રણાલીના નિષ્ણાત ડોક્ટરોએ પ્રોન પોઝિશનને હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ માટે ‘સંજીવની’ ગણાવી છે.

જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે આ અવસ્થામાં 40 મિનિટ સૂઈ રહેવાથી ઓક્સિજન લેવલ સુધરે છે. પેટના બળે સૂવાથી વેન્ટિલેશન પરફ્યુઝન ઈન્ડેક્સમાં સુધારો થાય છે. ડોક્ટરોએ કોરોનાકાળમાં શ્વાસ લેવામાં તકલીફવાળા કોવિડના દર્દીઓને આ ટેક્નિક જરૂર અજમાવવાની સલાહ આપી છે.

પાણીના કારણે ઓક્સિજન લઈ શકતા નથી

પ્રોન પોઝિશનનો એક્યુટરેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમમાં ઉપયોગ થાય છે. ARDS થવાથી ફેફસાંનાં નીચેના ભાગમાં પાણી આવી જાય છે. પીઠના બળે સૂઈ જવાથી ફેફસાંનાં નીચેના ભાગના એલ્વેઓલીમાં લોહી તો પહોંચે છે, પરંતુ પાણીના કારણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને કાઢવાની પ્રક્રિયામાં સમસ્યા થાય છે.

આવી સ્થિતિમમાં જેમાં યોગ્ય રીતે ઓક્સિજિનેશન ન થાય તો ‘પ્રોન વેન્ટિલેશન’ આપવામાં આવે છે, એટલે દર્દીને પેટના બળે સુવડાવવામાં આવે છે. ગળાની નીચે એક ઓશીકું, પેટ-ઘૂંટણની નીચે બે ઓશીકાં અને એક પંજાની નીચે. દર 6થી 8 કલાકમાં 40થી 45 મિનિટ આવું કરવાથી દર્દીને ફાયદો થાય છે.

પેટના બળે સૂઈને હાથોને કમરની પાસે સમાંતર પણ રાખી શકો છો
સામાન્ય રીતે પેટના બળે સૂઈને હાથને કમરની પાસે સમાંતર પણ રાખી શકાય છે. આ અવસ્થામાં ફેફસાંમાં લોહીનો સંચાર સારો થાય છે. ફેફસાંમાં હાજર ફ્લૂડ ફેલાય છે, જેનાથી લંગ્સમાં ઓક્સિજન સરળતાથી પહોંચે છે. ઓક્સિજનનું સ્તર ઘટતું નથી.

પ્રોન પોઝિશન વેન્ટિલેશન સુરક્ષિત અને લોહીમાં ઓક્સિજનનું સ્તર બગડવા પર નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બીમારીને કારણે મૃત્યુ દર ઘટાડવામાં મદદરૂપ છે. ICUમાં દાખલ દર્દીઓમાં સારાં પરિણામ મળે છે. જો વેન્ટિલેટર ઉપલબ્ધ ન હોય ત્યારે તે સૌથી અસરકારક છે. 80% પરિણામ વેન્ટિલેટર જેવાં જ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો