સોનગઢના પોખરણ ગામ નજીક નેશનલ હાઈવે પર ST બસ, ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં 8નાં મોત, 22 લોકો ઈજાગ્રસ્ત

સોનગઢના પોખરણ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 53 પર બસ ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં 8 વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં. જ્યારે 22 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ક્રુઝરના ચાલકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ટેન્કરે રોંગ સાઈડ આવી એક્સિડન્ટ સર્જ્યો

કુશલગઠથી ઉકાઈ જતી એસટી નિગમની બસને ટેન્કર ચાલકે રોગ સાઈડે આવીને અડફેટે લીધી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ આવતી ક્રુઝર ગાડીના ચાલકે કાબુ ગુમાવતા બસની પાછળ ટકરાઈ ગઈ હતી. ટ્રિપલ એક્સિડન્ટમાં ઘટના સ્થળે લગભગ આઠ વ્યક્તિઓના મોત નીપજ્યા હતાં. 22 જેટલા ઇજાગ્રસ્ત તમામ લોકોને સોનગઢ અને વ્યારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક્સિડન્ટ મુદ્દે વ્યારા અને સોનગઢ પોલિસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સ્થાનિકો મદદે આવ્યાં

ગમખ્વાર એક્સિડન્ટની જાણ થતાં લોકો ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી. જેથી ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સહિતના ખાનગી વાહનોમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

એક્સિડન્ટથી લોકોના ટોળા ઉમટ્યાં

પોખરણ ગામ પાસે સર્જાયેલા એક્સિડન્ટના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો પણ વાહનો થંભાવીને એક્સિડન્ટ જોવા પહોંચી ગયાં હતાં. જેથી રસ્તાની બન્ને બાજુ ટ્રાફિક જામ સર્જાયો હતો.

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

સોનગઢનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળે સર્જાયેલી ટ્રાફિકની સ્થિતિને હળવી કરી હતી. સાથે જ લોકોની ભીડને પણ હળવી કરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ટેન્કર વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો