8 વર્ષની આ છોકરી બની ચૂકી છે ‘Treeman’, અજબ પ્રકારની બીમારીથી વૃક્ષ જેવું દેખાવા લાગ્યું શરીર

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર (Bastar) જિલ્લાની રહેવાસી 8 વર્ષની એક છોકરી અજબ પ્રકારની બીમારીનો સામનો કરી રહી છે. આ બીમારીના કારણે પૂજા (બદલેલું નામ) નામની આ છોકરીના હાથ અને પગ, વૃક્ષની છાલની જેમ દેખાય છે. પૂજાના પરિજનોનું કહેવું છે કે પહેલા તેના ડાબા પગની ઉપર એક મસો બનવાનું શરૂ થયો જે ધીમે ધીમે વધતો ગયો. બાદમાં એ મસો બંને પગોમાં વિકસિત થઈ ગયો. સમયની સાથે તે હાથોથી થઈને ગરદન સુધી પહોંચી ગયા. આ બીમારીને ટ્રીમેન સિન્ડ્રોમ (Treeman Syndrome) પણ કહેવામાં આવે છે.

આ બીમારીનો કોઈ ઈલાજ નથી

આ બીમારીના કારણે આ છોકરીની સ્થિથિત ગંભીર થઈ ગઈ છે. તેનું ચાલવા ફરવાનું પણ લગભગ બંધ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ આ છોકરીને શરીરમાં સતત દુખાવો થતો રહે છે. એક્સપર્ટ્સ અનુસાર મેડિકલ સાયન્સ (Medical Science)માં આ બીમારીનો કોઈ ઈલાજ નથી. છત્તીસગઢમાં આ બીમારીથી ગ્રસ્ત પહેલા દર્દીની જાણકારી મળી છે.

સરકાર કરાવી રહી છે સારવાર

તેની જાણકારી મીડિયા રિપોર્ટ્સના માધ્યમથી પ્રદેશ સરકાર અને પ્રશાસનિક અધિકારીઓને મળી. ત્યારબાદ રાજ્યના આરોગ્ય મંત્રી ટી.એસ. સિંહ દેવે તેની સારવારનો જરૂરી ખર્ચ અને તમામ વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. હાલ છત્તીસગઢની રાજધાની રાયપુરની એક હૉસ્પિટલમાં પૂજાની સારવાર ચાલી રહી છે.

આનુવંશિક રોગનો સામનો કરી રહી છે પૂજા

નોંધનીય છે કે, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર જિલ્લાની દેશના સૌથી પછાત જિલ્લામાં ગણતરી થાય છે. આ વિસ્તારની પૂજા (બદલેલું નામ)નો પરિવાર દંતવાડા જિલ્લામાં બારસૂર બ્લૉકના તુમરી ગુંડા ગામમાં રહે છે. 8 વર્ષની આ છોકરી એક અજબ આનુવંશિક રોગનો સામનો કરી રહી છે. આ બીમારીના કારણે આ છોકરીતી ત્વચાર ઝાડની છાલની જેમ દેખાવા લાગી છે.

ટ્રીમેન સિન્ડ્રોમ નામની છે આ બીમારી

આ દુર્લભ સ્થિતિને મેડિકલ સાયન્સની ભાષામાં ટ્રીમેન સિન્ડ્રોમ (Treeman Syndrome) પણ કહેવામાં આવે છે. છત્તીસગઢમાં આ પ્રકારની બીમારીથી કોઈ વ્યક્તિની પહેલીવાર જાણકારી મળી છે.

જન્મના એક વર્ષ બાદથી શરૂ થઈ હતી સમસ્યા

પૂજાના પરિજનો અનુસાર, તેને આ સમસ્યા જન્મના એક વર્ષ બાદથી જ શરૂ થઈ ગઈ હતી. તેના પિતા જે નાના ખેડૂત છે તેમણે જણાવ્યું કે સૌથી પહેલા તેમની દીકરીના ડાબા પગે મસો થવાનું શરૂ થયું અને બીમારી ઘણી વધી ગઈ. આ બીમારીના કારણે તેમની દીકરીને સતત દુખાવો રહે છે.

સ્કિન કેન્સર થવાનો ખતરો

આ બીમારીને મેડિકલ સાયન્સની ભાષામાં એપિડોર્મોડિસપ્લાસિયા વર્ચુફૉર્મિસ (epidermodysplasia virtuous) પણ કહેવામાં આવે છે. મેડિકલ જર્નલ મુજબ, આ બીમારી ઘણી દુર્લભ વારસાગત ત્વચા વિકાર માનવામાં આવે છે અને આ બીમારીના કારણે સ્કિન કેન્સર થવાની શક્યતા ઘણી વધી જાય છે. બીમારીની આ સ્થિતિને લેવાંડોસ્કી લુત્જ ડિસ્પ્લાસિયા (Lewandowsky Lutz Dysplasia) પણ કહેવામાં આવે છે.

નથી મળતો આ બીમારીનો કોઈ ઈલાજ

આ બીમારી સામાન્ય રીતે 1થી 20 વર્ષની ઉંમરની વ્યક્તિઓને થાય છે. એક અનુમાન મુજબ દુનિયાભરમાં આ બીમારીથી લગભગ 200 લોકો પીડિત છે. મેડિકલ સાયન્સમાં આ બીમારીનો હજુ સુધી કોઈ ઈલાજ નથી મળ્યો.

મંત્રીએ કરી છે પૂજાની મુલાકાત

આ સંબંધમાં જિલ્લા કલેક્ટર ટોપેશ્વર વર્માનું કહેવું છે કે અધિકારી તેમની મદદ કરવા માટે તમામ શક્ય પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક મીડિયામાં તેની જાણકારી સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ટી.એસ. સિંહ દેવે પૂજા સાથે મુલાકાત કરી. મંત્રી દેવે છત્તીસગઢ સરકાર તરફથી તેની સારવારનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે.

રાયપુરમાં ચાલી રહી છે સારવાર

અહેવાલ અનુસાર, પૂજાની સારવાર માટે પહેલીવાર અનેક ડૉક્ટર સામે આવ્યા છે. જિલ્લા હૉસ્પિટલમાં તેની સારવાર બાદ તેને પાટનગર રાયપુરના મેકાહારા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ડૉક્ટરોની ટીમ કરી રહી છે સતત પ્રયાસ

પૂજાની સારવર કરી રહેલા ડૉ. મૃત્યુંજય સિંહનું કહેવું છે કે તેઓ અને તેમની ટીમ દુર્લભ બીમારીથી પીડિત આ દર્દીની પરેશાનીને ઓછી કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો