અકસ્માતમાં કોમામાં સરી પડેલી 14 વર્ષની પુત્રીની સારવાર કરવા માટે અમરોલીનું દિવ્યાંગ દંપતી લાચાર, સારવાર માટે મહિને 50 હજારનો આવે છે ખર્ચ, લોકો આવ્યા વહારે

અમરોલીના કોસાડ રોડ સ્થિત સરદાર સોસાયટીમાં રહેતા એક વિકલાંગ દંપતી છેલ્લા 9 મહિનાથી તેમની 14 વર્ષની દીકરીની સેવા-ચાકરી કરી રહ્યું છે. અકસ્માતનો ભોગ બન્યા બાદ કોમામાં સરી પડેલી દીકરીની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ આખરે ઘરે લઈ આવેલા દંપતીની આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે લોકો મદદ કરવા ઘરે ચાલી રહેલી સારવારનો ખર્ચ ઉપાડી રહ્યા છે. જોકે, શારીરિક રીતે અક્ષમ દંપતીને સારવાર માટે નિયમિત રકમની જરૂરત ઊભી થઈ છે.

3 લાખથી વધુ ખર્ચ કરી ચૂક્યાં

14 વર્ષની નંદિની કાકડિયા સાથે બનેલી દુર્ઘટનાની વિગત એવી છે કે, ગત વર્ષે મે મહિનાની 22 તારીખે સાંજે નંદિની અશોકભાઈ કાકડિયા (રહે. સરદારનગર, કોસાડ રોડ, સુરત,મૂળ ભાવનગર) અને પડોશમાં રહેતી 18 વર્ષીય તુલસી નરેશ ચોવટિયા નાસ્તો કરવા ઘરેથી એક્ટિવા પર નીકળ્યાં ત્યારે એક કારચાલક હોર્ન મારી ઝડપભેર બાજુમાંથી પસાર થતાં એક્ટિવાનું બેલેન્સ ગુમાવતાં એક્ટિવા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં નંદિની અને તુલસી બન્નેને ગંભીર ઈજા થતાં 108 મારફતે સ્મીમેરમાં ખસેડાયા હતા અને ત્યાંથી અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તુલસીની તબિયત સુધરી ગઈ હતી. જો કે, નંદિનીને કરોડરજ્જુના ભાગે તેમ જ હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેણી કોમામાં સરી ગઈ હતી અને બાદમાં હલનચલન કરી શકવાની સ્થિતિમાં આવતાં હવે ઘરે લાવવામાં આવી છે. વિકલાંગ અશોકભાઈ અને રસીલાબેન તેમની દીકરીને બચાવવા માટે 3 લાખથી વધુ ખર્ચ કરી ચૂક્યાં છે અને હાલ મહિને 50 હજારનો ખર્ચ આવી રહ્યો છે. ઉપરાંત ઘરખર્ચ પણ સેવાભાવી લોકો પૂરો પાડી રહ્યા છે.

દંપતી લોકોના સહારે રહેવા મજબૂર બન્યું

વિકલાંગ દંપતી સાથે કુદરતે કરેલા ખેલ વિશે જેને ખબર પડી એના મોં માંથી સિસકારા નીકળી ગયા હતા. જેને ખુદ ચાકરીની જરૂર છે તેમને જ તેમની દીકરીની સેવા-ચાકરી કરવાની નોબત આવી છે. સુરત અને સુરત બહારથી અનેક લોકો પરિવારને આર્થિક મદદ માટે આગળ આવ્યા છે અને મદદ કરી રહ્યા છે. હાલ નંદિનીની સારવાર માટે મહિને રૂપિયા 50 હજારનો ખર્ચ આવી રહ્યો છે. જે માટે દંપતી અન્યના સહારે રહેવા માટે મજબૂર બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો