અમેરિકામાં કોરોના દર્દીઓની સારવાર કરી ભારે ચાહના મેળવનાર ગુજરાતી ડોક્ટર પોતે જિંદગી હારી ગયા
જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બની જતી હોય છે કે રીતસર આપણી આંખો પહોળી થઈ જતી હોય છે. આવી જ એક ઘટનામાં અમેરિકામાં તબીબ તરીકે ફરજ બજાવતા પ્રતિભાશાળી ડો.મેઘનાબા ચુડાસમાનું પ્રેગનન્સીમાં ડિલિવરી દરમિયાન મોત થયું અને કરૂણાંતિકામાં તેમનું બાળક બચી ગયું છે. કોરોનાની સારવારમાં પોતે અમેરિકાના લોકોના દિલ જીતવા જેવી કામગીરી કરી હતી પણ પોતે જિંદગીનો જંગ હારી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ડિલિવરી સમયની મુશ્કેલીમાંથી બહાર ન નીકળી શકતા અવસાન
ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ વીગતો આપતા જણાવ્યું કે, ડો.મેઘનાબા એક યુવા ટેલેન્ટેડ ડોકટર હતા અને તેઓ અમેરિકામાં ઉચ્ચ પ્રતિષ્ઠીત મેડિકલ ડિગ્રી મેળવીને ત્યાં સ્થાયી થયા હતા. કોરોનાના મુશ્કેલ સમયમાં પોતાની જોખમી ફરજો બજાવતા હતા. દરમિયાનમાં તેઓ પ્રેગનન્સીમાં ડિલિવરી સમયની મુશ્કેલીમાંથી બહાર ન નીકળી શકતા અકાળે અવસાન થયું છે અને એમનું મા વગરનું બાળક બચી ગયું છે.
તેમનું મૂળ વતન પીપળ, ધંધુકા છે અને મેઘનાબાના પિતા મહેન્દ્રસિંહ ચુડાસમા દુબઈ છે. આવી વિદાયથી પરિવારજનો ઉપર પહાડ તૂટી પડવા જેવું દુ:ખ આવી ચડ્યું છે. માત્ર જેમને દુ:ખ પડ્યું હોય એ જ સમજી શકે છે. ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ દુ:ખ વ્યક્ત કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

