સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકને TRB જવાન દંડાથી ફટકારતો હોય તેવો વિડિયો થયો વાયરલ, ખોખલો બચાવ કરતા કહ્યું- યુવકે ગાળો આપી ચપ્પુ બતાવ્યું હતું

સુરત શહેરમાં ટીઆરબી જવાનની દાદાગીરીના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે આવી જ ટીઆરબી જવાનની દાદાગીરીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક વીડિયોમાં ટીઆરબી જવાન બાઈક સવાર યુવાનને દંડાથી ફટકારતો નજરે પડે છે. જ્યારે અન્ય એક વીડિયોમાં પોતાનો ખોખલો બચાવ કરતા કહે છે કે, યુવકે ગાળો આપી ચપ્પુ બતાવ્યું હતું. જોકે, હજુ સુધી આ મામલે બંને પક્ષમાંથી કોઈએ ફરિયાદ કરી નથી.

TRB જવાન અને યુવક વચ્ચે બોલાચાલી પણ થઈ હતી

સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં ટીઆરબી જવાનની દાદાગીરીની ઘટના સામે આવી છે. ટીઆરબી જવાને ટ્રાફિકના નિયમને લઈ એક વ્યક્તિને ઉભો રાખતા ઉશ્કેરાયેલા વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યારે ટીઆરબી જવાને પોતાની સત્તાનો દુરઉપયોગ કરી દંડાથી બાઈક સવાર પર હુમલો કર્યો હોવાનો વીડિયો વાઈરલ થયો છે.

ટીઆરબી જવાનની દાદાગીરીનો એક વીડીયો પણ સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, ટીઆરબી જવાન પહેલા પથ્થરો ફેંકીને મારે છે. ત્યારબાદ દંડો લઈને બાઈ સવારની પાછળ દોડે છે, ત્યારબાદ બાઈક સવારને દંડાઓ મારે છે. આ સિવાય બંને વચ્ચે માથાકૂટ થાય છે. જ્યારે અન્ય એક વીડિયોમાં ટીઆરબી જવાન પોતાની બચાવ કરતા જણાવે છે કે, બાઇક સવારને અટકાવતા ગાળો દેવા લાગ્યો અને મને ચપ્પુ બતાવતા હું દોડીને દંડો લઈ પરત ફર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો