સુરતમાં મહિલા TRB જવાનનો વીડિયો વાઈરલ, એક પછી એક રસ્તા પર આવતા ટેમ્પોને અટકાવી અને તેમની પાસેથી દંડના બદલને રોકડ લઈ લેતા હોવાનો આક્ષેપ

સુરત (Surat) ટ્રાફિક પોલીસ મદદ માટે મુકવામાં આવેલ ટીઆરબી (TRB) ફરી એક વાર વિવાદમાં આવી છે. જોકે લોકોની ગાડીઓને અટકાવા સાથે દંડ અથવા દાદાગીરી માટે નહીં પણ ટેમ્પો ચાલક પાસે હપ્તા વસૂલી કરતા હોવાનો વિવાદ છે. જોકે આ વખતે ફરી પુરુષ નહીં મહિલા જવાનને લઇને વિવાદ ઉભો થયો છે જોકે હપ્તખોરીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલા ટીઆરબી જવાને ટેમ્પો ચાલક પાસેથી પૈસા ઉઘરાવ્યા.

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની મદદ માટે રાખવા માટે આવેલી ટીઆરબી છાસવારે વિવાદમાં આવે છે. જોકે આ જવાનોને મારામારી સતા ન હોવા છતાં વાહન ચાલકોને ઊભા રાખવા સાથે દાદાગીરી કરતા હોવાને લઇને વિવાદમાં આવતી હોય છે. જોકે આજે ફરી એકવાર ટ્રાફિક પોલીસની મદદ માટે તહેનાત કરવામાં આવેલ ટીઆરબી વિવાદમાં આવી છે.

ભૂતકાળમાં ટેમ્પો ચાલક પાસે હપ્તા લેવાના અનેક વિડીયો વાઇરલ થયા છે જોકે તેમાં પુરુષ ટીઆરબી જવાન રૂપિયા લેતા વીડિયો વાઇરલ થયા છે પણ આ વખતે મહિલા ટીઆરબી જવાન ટેમ્પો ચાલક પાસે રૂપિયા લેતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. તેમાં મહિલા જવાન રૂપિયા લેતી જોવા મળી છે. જોકે સુરતના ભાથેના વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા ટેમ્પો ચાલક પાસે રૂપિયા લેતા હોવાનો આ વીડિયો જાગૃત નાગરિક દ્વારા ઉતારી તેને સોશિયલ મીડિયા વાઇરલ કરવામાં આવ્યો છે.

જોકે આ વીડિયો વાઇરલ થતા સુરત ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારી દોડતા થયા છે. વીડિયો સામે આવતા ફરી એક વાર ટીઆરબી જવાનો વિવાદમાં આવતા આ મહિલા જવાન વિરુદ્ધ તાત્કાલિક અધિકારીઓ દ્વારા તપાસ આદેશ આપવામાં આવ્યા છે. જોકે આ વીડિયો વાઇરલ થયા બાદ છેલ્લા કેટલાક સમયથી ટીઆરબી જવાનો દ્વારા લોકો પાસેથી રૂપિયા પડાવા સાથે હપ્તાખોરીની ફરિયાદો ઉઠતી હતી તેને આ વીડિયો સાચી ફરિયાદો આવી રહિયાનું પુરવાર કરી રહી છે.

હવે આ વીડિયો બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ શું પગલા લે છે તે જોવું રહ્યું. આ જવાનને છુટા કરીને વાત સમાપ્ત કરાશે કે પછી આ ઘટનાની તપાસ કરીને તેના મૂળ સુધી કોણ કોણ સંકળાયેલું છે તે ચકાસવામાં આવશે તેનો મદાર પોલીસ તપાસ પર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો