સુરતમાં ટ્રાફિક પોલીસની બેદરકારી આવી સામે: વરાછામાં TRB જવાન રીક્ષા રોકવા માટે રસ્તા વચ્ચે આવી જતા રીક્ષા પલટી ગઈ
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય અને અકસ્માતમાં લોકોના મોતનો આંકડો ઘટે તે માટે ટ્રાફિકના નિયમોને કડક કરવામાં આવ્યા છે પરંતુ ટ્રાફિક પોલીસને જાણે રોજનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જાણે વાહન ચાલક ટ્રાફિક નિયમ ભંગ કરીને કોઈ મોટું ક્રાઈમ કરી રહ્યો હોય તેવી રીતે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકને પકડવામાં આવે છે અને પછી તેની પાસેથી દંડની વસુલાત કરવામાં આવે છે. ત્યારે સુરતમાં TRBના જવાનના કારણે એક રીક્ષાનો અકસ્માત સર્જાયો હતો. TRBનો જવાન રીક્ષાને ઉભી રાખવા માટે અચાનક રસ્તા પર દોડ્યો હતો અને તે સમયે રીક્ષા ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા રસ્તા પર પલટી મારી ગઈ હતી.
રિપોર્ટ અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં એક રીક્ષા ચાલક પેસેન્જરને લઇને ગીતાંજલિ તરફ જઈ રહ્યો હતો. તે સમયે રસ્તા વચ્ચે એક TRB જવાન એકાએક રીક્ષા રોકવા માટે આવી જતા. રીક્ષા ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી. ટ્રાફિક પોલીસના દંડ ઉઘરાણીના કામને લઇને એક રીક્ષા પલટી મારી જતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતો. સદનશીબે આ ઘટનામાં રીક્ષામાં સવાર પેસેન્જરને ગંભીર ઈજાઓ થવા પામી નહોતી પરંતુ રીક્ષાને ઘણું નુકશાન થયું હતું. ટ્રાફિક પોલીસની આ પ્રકારની બેદરકારી ભરી કામગીરીના કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.
સ્થાનિક લોકોએ TRBના જવાનને ધક્કે ચઢાવ્યો હતો. લોકોમાં રોષ જોઈએ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. આ ઘટના પરથી સવાલ ઉભા થયા છે કે, TRBના જવાનની કામગીરી ટ્રાફિકનું નિયમન કરવાની હોય છે ત્યારે આ TRBનો જવાન કોના આદેશથી રીક્ષાને રોકવા માટે રસ્તા વચ્ચે ગયો હતો. હવે જોવાનું એ રહે છે કે પોલીસ અધિકારીઓ દ્વારા આ TRBના જવાન અને જવાબદાર અધિકારી સામે કોઈ પગલાં ભરવામાં આવે છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

