ગાડી ચલાવનાર લોકો માટે સરકારે કરી મોટી જાહેરાત, નવા વર્ષ પર લાગુ થશે આ મહત્વનો નિયમ

સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરના રાષ્ટ્રીય માર્ગો પર 1 ડિસેમ્બર, 2019થી તમામ પ્રાઈવેટ વાહનો અને પબ્લીક વાહનો – ફોર વ્હીલર આ તમામ માટે ફાસ્ટેગ બનાવી દીધુ હતું. હવે પરિવહન મંત્રાલયે ડિસેમ્બર 2017થી પહેલા વેચવામાં આવેલા જુના વાહનોમાં FASTag ફરજીયાત કરવાની અધિસુચના જાહેર કરી છે, જે જાન્યુઆરી 2021થી પ્રભાવી થશે.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની નવી ગાઈડલાઈન અનુસાર, આગામી વર્ષ જાન્યુઆરીથી તે તમામ ગાડીઓમાં પણ FASTag લગાવવાનું ફરજિયાત થશે, જે ગાડીનું રજિસ્ટ્રેશન એક ડિસેમ્બર 2017થી પહેલા થયું હતું. આ સિવાય, મંત્રાલયે એપ્રિલ 2021થી થર્ડ ઈન્સ્યોરન્સને પ્રભાવી બનાવવા માટે FASTagને ફરજિયાત બનાવવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. આ સંબંધમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.

એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે, કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989 અનુસાર, 2017થી FASTagને નવા ફોર વ્હીલર વાહનોના રજિસ્ટ્રેશન માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. અને વાહન નિર્માતા અથવા તેમના ડીલરો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે. હવે 1 ડિસેમ્બર, 2017 પહેલા વેચવામાં આવેલા જુના વાહનો એટલે કે, M અને N શ્રેણીના મોટર વાહનો (ફોર વ્હીલર)માં FASTag ફરજિયાત કરવાનો પ્રસ્તાવ CMVR, 1989માં સંશોધનના માધ્યમથી કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ જાન્યુઆરી 2021થી લાગુ થશે.

ગાડીના થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ માટે FASTag અનિવાર્ય

સરકારના નવા નિયમ અનુસાર હવે કારનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ કરાવવા માટે પણ ફાસ્ટેગ અનિવાર્ય રહેશે. એપ્રિલ 2021થી ગાડીનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ કરાવવા માટે FASTag જરૂરી રહેશે. આ પહેલાં સરકારે ગાડીઓના રજિસ્ટ્રેશન અને ફિટનેસ સર્ટિફિકેટ માટે નિયમ જાહેર કરતાં તેમાં FASTag ડિટેલ્સ ભરવના નિર્દેશ આપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો