મુંબઈમાં કિન્નરની ક્રૂરતા આવી સામે: દીકરીના જન્મ પર ઈનામ ના મળતા માસૂમ બાળકીનું અપહરણ કર્યા બાદ હત્યા કરી
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. વાત એમ છે કે એક દંપતિના ઘરે દીકરીનો જન્મ થયા બાદ ઈનામની રકમ ના મળતા એક કિન્નરે 3 મહિનાની બાળકીનું ઘરેથી અપહરણ કર્યુ. એ પછી આ બાળકીને ખૂબ ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી દીધી. જ્યારે આખી ઘટનાની જાણ પોલીસને થઈ તો અધિકારીઓએ કિન્નર સહિત તેના એક સાગરીતની ધરપકડ કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આખી ઘટના મુંબઈના કફ પરેડ વિસ્તારની છે. જ્યાં એક દંપતિને 3 મહિના પહેલાં દીકરીનો જન્મ થયો હતો. જેની ખુશીમાં કિન્નર પોતાના સાથીઓ સાથે દંપતિના ઘરે પહોંચ્યા હતા. કિન્નરે ખુશ થઈને દીકરીના જન્મ પર માતા-પિતા પાસે ઈનામમાં રૂ.1100, એક નાળીયેર અને સાડી માંગી હતી.
ઈનામ ના મળતા કિન્નરે બાળકીનું કર્યુ અપહરણ
બાળકીના ઘરવાળાઓએ કિન્નરની આ વાત સ્વીકારી નહીં અને ઈનામ આપવાથી ઈનકાર કરી દીધો. કિન્નરને આ વાત જરાય ગમી નહીં અને દંપતિ પાસે બદલો લેવાનું મનોમન નક્કી કરી લીધું. ઈનામ ના મળતા કિન્નરે તેના એક પુરૂષ સાથીદારની મદદથી રાતના સમયે બાળકીનું તેના ઘરેથી અપહરણ કર્યું.
પોલીસ તપાસમાં ખુલાસો થતા લોકોને નવાઈ લાગી
બાળકીના ગાયબ થતાં જ ઘરમાં હોબાળો મચી ગયો અને પરિવારવાળાઓની ઉંઘ હરામ થઈ ગઈ. બાળકીની માતાએ કફ પરેડ પોલીસ સ્ટેશન પહોંચીને બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી. ફરિયાદ દાખલ થતાં જ પોલીસે તપાસ હાથ ધરી અને ખુલાસો થયો કે ઈનામની રકમ ના મળતાં ઉશ્કેરાયેલા કિન્નરે બાળકીનું અપહરણ કર્યુ અને બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે હાલ તો કિન્નર અને તેના સાગરીતની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ હિસ્ટ્રી શોધવામાં પોલીસ વ્યસ્ત
આ સમગ્ર મામલે પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. સાથે જ પોલીસે આ કિન્નર અને તેના સાગરીતની તપાસ કરી રહી છે કે આ પહેલાં તેઓએ આવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

