મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સૂતાં પ્રવાસી શ્રમિકોને ટ્રેને કચડ્યા, 17 લોકોનાં મોત
મહારાષ્ટ્ર (Maharashtra)ના ઓરંગાબાદ (Aurangabad)માં પાટા પર ઊંઘી રહેલા પ્રવાસી શ્રમિકો પરથી ટ્રેન પસાર થવાના કારણે તેમના મોત થયા છે. મળતી જાણકારી મુજબ તમામ લોકો રેલવે ટ્રેક પર ઊંઘી રહ્યા હતા. આ દુર્ઘટના ઔરંગાબાદ જાલના રેલવે સ્ટેશન લાઇન પર થઈ. કરમાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર શુક્રવાર સવારે 6:30 વાગ્યે બની. ફ્લાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા 17 પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ તમામ પ્રવાસી શ્રમિક મજૂર મધ્ય પ્રદેશના હતા અને ટ્રેન પકડવા માટે ભુસાવળ તરફ જઈ રહ્યા હતા. તમામ મજૂર જલગાંવમાં આયરન ફોટ્રીમાં કામ કરતા હતા. ગુરુવારે પણ ઔરંગાબાદથી મધ્ય પ્રદેશની ટ્રેન ચાલી હતી. મજૂર 35-36 કિ.મી. ચાલ્યા બાદ ટ્રેક પર બદનપુર અને કરમડની વચ્ચે ઊંઘી ગયા. તમામ મધ્ય પ્રદેશ સ્થિત શહડોલના નિવાસી છે.
An accident happened near Karmad, Aurangabad when an empty rake of goods wagon ran over some people. RPF and local police are reaching spot to asses the situation. More details awaited: Chief Public Relations Officer (CPRO) of South Central Railway (SCR) #Maharashtra pic.twitter.com/uAqWn1HsQI
— ANI (@ANI) May 8, 2020
આ ઘટના પર સાઉથ સેન્ટ્રલ રેલવેના પીઆરઓએ કહ્યું કે આ માલગાડીની ખાલી રેક હતી. આરપીએફ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રહી છે. વધુ જાણકારીની રાહ જોવામાં આવી રહી છે. એસપીએ દુર્ઘટના અંગે જણાવ્યું કે, મૃતકોમાં મહિલા અને બાળકોનો સમાવેશ થતો નથી.
Extremely anguished by the loss of lives due to the rail accident in Aurangabad, Maharashtra. Have spoken to Railway Minister Shri Piyush Goyal and he is closely monitoring the situation. All possible assistance required is being provided.
— Narendra Modi (@narendramodi) May 8, 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઔરંગાબાદમાં રેલવે અકસ્માત પર દુ:ખ વ્યકત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે ઔરંગાબાદમાં થયેલા રેલવે અકસ્માતમાં જેમના મૃત્યુ થયા છે તેનાથી ખૂબ દુ:ખ પહોંચ્યું છે. પીએમ મોદીએ આ અકસ્માત અંગે રેલવે મંત્રી પિયૂષ ગોયેલ સાથે વાત કરી અને સ્થિતિ અંગે ભાળ મેળવવાનું કહ્યું છે.
આ પહેલા મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં ઉન્હેલ-મોહનપુરા માર્ગ પર બુધવાર વહેલી પરોઢે એક ઓવરસ્પીડ ટ્રકે રસ્તા કિનારે સૂતી એક મહિલા સહિત ત્રણ મજૂરોને કચડી દીધા હતા. લૉકડાઉનથી બેરોજગાર થયેલા આ મજૂરો સરકાર દ્વારા બસોથી જૈસલમેર (રાજસ્થાન)થી ઉજ્જૈન લાવવામાં આવ્યા હતા અને અહીંથી બીજા વાહનોમાં પોતાના ગામ મોહનપુરા તરફ જઈ રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

