મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગી, 3 ડબ્બા બળીને ખાખ, રેલ વ્યવહારને અસર, કોઇ જાનહાનિ નહીં

આજે વહેલી સવારે વડોદરા યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનમાં રહસ્યમય રીતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ કાબૂમાં આવે તે પહેલાં ટ્રેનના ત્રણ ડબ્બા બળીને ખાખ થઇ ગયા હતા. ટ્રેનમાં કોઇ મુસાફરો ન હોવાથી અને યાર્ડમાં બંધ હાલતમાં ઉભેલી હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી. જોકે, મેમુ ટ્રેનમાં લાગેલી આગને કારણે રેલ વ્યવહાર ઉપર સામાન્ય અસર પહોંચી હતી. જેમાં બાંદ્રાથી હરીદ્વાર જતી દહેરાદૂન એક્સપ્રેસને વડોદરા સ્ટેશન ઉપર રોકાઇ જવાની ફરજ પડી હતી.

રેલવે લાઇન ઉપરનો વીજ પ્રવાહ બંધ કરાયો

ફાયર બ્રિગેડ અને રેલવેમાંથી મળેલી માહિતી પ્રમાણે વડોદરા રેલવે યાર્ડ નંબર-6-7 ઉપર ઉભેલી મેમુ ટ્રેનમાં વહેલી સવારે 5:45 કલાકે રહસ્યમય રીતે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ગુડ્સ ટ્રેનના લોકો પાઇલટ બ્રિજેશચંદ્રને થતાં તુરતજ તેઓએ રેલવે કંટ્રોલ રૂમને કરી હતી. મેમુ ટ્રેનમાં આગ લાગી હોવાની રેલવે કંટ્રઓલને જાણ કરતાની સાથે જ તંત્ર દ્વારા રેલવે લાઇન ઉપરનો વીજ પ્રવાહ(ઓ.એચ.ઇ.) બંધ કરી દેવામાં આવ્યો હતો.

ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરતા વડીવાડી ફાયર બ્રિગેડના લાશ્કરો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તે સાથે ચિફ ફાયર ઓફિસર પાર્ત બ્રહ્મભટ્ટ પણ દોડી ગયા હતા અને જરૂરીયાત મુજબ ફાયર બુઝાવવા માટે બંબાઓ મંગાવી આગને કાબૂમાં લીધી હતી.

મેમુ ટ્રેનમાં આગ લાગતા રેલવે લાઇનનો વીજ પ્રવાહ (ઓ.એચ.ઇ.) બંધ કરી દેવામાં આવતા રેલ વ્યવહાર ઉપર અસર પડી હતી. જેમાં બાંદ્રાથી હરીદ્વાર જતી દેહરાદૂન એક્સપ્રેસ (ટ્રેન નંબર 09019 ) વધુ પ્રભાવિત થઇ હતી. એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવ્યા બાદ વીજ પ્રવાહ પુનઃ ચાલુ કરી દેવામાં આવતા ટ્રેન વ્યવહાર પૂર્વવત થયો હતો. મેમુ ટ્રેનમાં આગ લાગતાજ રેલવેના ડી.આર.એમ., એ.ડી.આર.એમ અને એચ.આર. સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ સાથે રેલવે અને આર.પી.એફ. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી બાજુ ડી.આર.એમ.એ મેમુ ટ્રેનમાં આગ કેવી રીતે લાગી તે અંગેની માહિતી મેળવવા માટે તપાસના આદેશ જારી કર્યા હતા. વહેલી સવારે ઉભેલી મેમુ ટ્રેનમાં આગ કેવી રીતે લાગી તેની ચોક્કસ માહિતી મેળવવા માટે એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી હતી. એફ.એસ.એલ. ની ટીમ દ્વારા જરૂરી નમૂના લઇ તપાસ શરૂ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો