જોગાનુંજોગ લગ્નની પ્રથમ વર્ષગાંઠે જ સાળા-બનેવીનું અકસ્માતમાં કરૂણ મોત, પરિવારના માથે આભ ફાટ્યું

લાલપર ગામ પાસે રવિવારે સવારે ટ્રેઈલરે ડબલ સવાર બાઈકને હડફેટે લેતા બાઈકમાં સવાર બન્ને સાળા બનેવીનું કરૂણ મોત નિપજ્યું હતું. જોગાનુંજોગ રવિવારે યુવાનની લગ્નની પ્રથમ વર્ષગાંઠ હોવાથી બન્ને સાળા બનેવી બાઈક પર કારખાને કામ માટે ગયા બાદ પરત ઘરે આવતી વખતે જીવલેણ અકસ્માત નડ્યો હતો. સગા સાળા બનેવીના અકસ્માતમાં ભોગ લેવાતા તેમના પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. તાલુકા પોલીસે આ બનાવની નોંઘ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના લાલપર ગામ પાસે આજે સવારે એક ટ્રેઈલર ચાલકે ડબલ સવાર બાઈકને હડફેટે લેતા બાઈકમાં સવાર હેમંતભાઈ સાહૂ (ઉ.વ.37) અને પ્રદીપભાઈ પઢીયાર (ઉ.વ.32) નામના બન્ને યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. આ બન્ને મૃતકો સંબંધમાં સગા સાળા બનેવી મુળ ઓરિસ્સાના વતની અને વર્ષોથી મોરબીમાં સ્થાયી થયા હતા અને બન્ને મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ આવેલ શાંતિવન સોસાયટીમાં રહે છે.

મૃતક હેમંત ઢુંવા પાસેની વરમોરા ફેક્ટરીમાં પેકેજિંગનો કોન્ટ્રાક્ટર હતો અને પ્રદીપ બ્લુઝનમાં કામ કરતો હતો. જ્યારે પ્રદીપના લગ્નને એક વર્ષ પુરુ થતા પહેલી લગ્નની વર્ષગાંઠ હતી અને પ્રદીપ પોતાના સાળા હેમંત સાહુ સાથે તેની ફેક્ટરીએ કામ માટે બાઈક ઉપર નીકળ્યા હતા.

બન્ને ઢુંવા કામ પતાવીને પરત લાલપર પાસે જઈ રહ્યા હતા. ત્યારે તેમના બાઈકને ટ્રેઈલર ચાલકે ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને સાળા બનેવીના મોત નિપજ્યા હતા. મૃતક હેમંત સાહુને સંતાનમાં બે પુત્રો છે અને પ્રદીપ પઢીયારના લગ્નને એક જ વર્ષ થયું હતું અને આજે લગ્નની વર્ષગાંઠ નિમિતે જમવા માટે વસ્તુઓ લઈને ઘરે આવતા ત્યારે આ દુર્ઘટના બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો