કોરોનાની સારવાર લઈ રહેલા ગોંડલના યુવાને મોત પહેલા ફેસબુક પર લાઈવ વિડિયો બનાવી મિત્રો અને સ્વજનોને અંતિમ બાય-બાય કહ્યું

રાજ કપૂર સાહેબના મેરા નામ જોકરનું ગીત ‘જીના યહાઁ મરનાં યહાઁ ઇસકે સિવા જાના કહા’ની આજે પણ કડી સાંભળીએ તો શરીરના રુવાંટે રુવાંટા ઉભા થઇ જાય. મૂળ ગોંડલના યુવાન દીપકભાઇનું અમદાવાદ કોરોના સારવાર દરમિયાન નિધન થતા મિત્ર વર્તુળમાં ગહેરો શોક જોવા મળઈ રહ્યો છે. દિપકભાઇએ અંતિમ સમયની થોડી કલાકો પહેલા જ સોશિયલ મીડિયામાં લાઈવ થઈ બધાને બાય બાય કહ્યું હતું. દોઢથી બે મિનિટનો આ લાઈવ વીડિયો મિત્રોના માનસમાંથી ભૂંસાઈ રહ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મિત્રો યાદ આવતા સો.મીડિયામાં લાઈવ થયા

મૂળ ગોંડલના મહાદેવવાડી વિસ્તારમાં રહેતા અને બસ સ્ટેન્ડ પાસે દિપાલી રેસ્ટોરન્ટ ધરાવતા દીપકભાઈ કાનજીભાઈ વિરડીયા (ઉં.વ.40) થોડા સમયથી અમદાવાદ સ્થાયી થયા હતા અને કોરોનાની ઝપેટમાં આવી જતા ખાનગી હોસ્પિટલમાં બાયપેપ દ્વારા સારવાર લઈ રહ્યાં હતા. બહોળો મિત્ર વર્ગ ધરાવતા દીપકભાઈ ગોંડલ અને મિત્રો ને યાદ કરી રહ્યાં હોય અને જાણે આગમચેતીરૂપે અંતિમ સમય ભાળી ગયા હોય તેમ સોશિયલ મીડિયા પર લાઈવ થઈ મિત્રોને બાય બાય કહી દીધું હતું. જેની ગણતરીની કલાકોમાં જ તેઓએ અનંતની વાટ પકડી લેતા તેઓની પાછળ પત્ની અને પુત્ર નોંધારા થઈ ગયા છે.

બે દિવસ પહેલા મિત્રને ફોન કરી કહ્યું કે ગોંડલ અને મિત્રો બહુ યાદ આવે છે

દીપકભાઈએ બે દિવસ પહેલા જ ગોંડલમાં કપડાં અને કિરાણાનો મોલ ધરાવતા જીગરજાન મિત્ર તુષારભાઈ વેકરિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ગોંડલ અને મિત્રો બહુ યાદ આવે છે. વળતા જવાબમાં તુષારભાઈએ કહ્યું હતું કે, રવિવારે આવીને તેડી જઈશ. ચિંતા ન કરતા પણ એ પહેલાં જ દીપકભાઈએ અનંતની વાટ પકડી લીધી હોય મિત્રો ગહેરો આઘાત અનુભવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો