રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દર્દનાક દ્રશ્યો, મૃતક દર્દીઓના મોતનો મલાજો પણ નથી જળવાતો, વીડિયો વાયરલ

ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે. રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં એકથી એક ચઢીયાતા બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં કોરોનાથી મૃત્યુદર પણ ચિંતાજનક સ્તરે વધી રહ્યો હોવાની માહિતી સપાટી પર આવી છે. રાજકોટ કોવિડ હોસ્પિટલની બહાર પાંચ મિનિટ પર વિતાવો એટલી ખબર પડશે કે શહેરની હાલત કેટલી હદે ખરાબ થઈ રહી છે. રાજકોટ કોવિડ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાંથી એમ્બ્યુલન્સ મારફતે દર્દીઓના મૃતદેહોને સ્મશાન લઈ જવાયા છે. આજે પણ કોવિડ હોસ્પિટલમાં એબ્યુલન્સોની લાંબી લાઈનો લાગેલી છે. રાજકોટ કોવિડ હોસ્પિટલમાંથી હદયદ્રાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

રાજકોટમાં કોવિડ હોસ્પિટલની ચારે બાજુ ચારે તરફ અલગ અલગ ભયાનક સ્થિતિ પણ ગંભીરતા બતાવે છે. હોસ્પિટલની સામે સવારથી જ ટેસ્ટ કરવા માટે લોકોની કતાર લાગી જાય છે, જેમાં એવા પણ દર્દીઓ હોય છે જે તાવને કારણે ઊભા પણ રહી શકતા નથી, તેથી તેમને જમીન પર જ સૂઈ જવું પડે છે.

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દર્દનાક દ્રશ્યો

રાજકોટ કોવિડ હોસ્પિટલમાંથી દર્દનાક દ્રશ્યો સામે આવી રહ્યા છે. બે દિવસે કોવિડ મૃતદેહોના અગ્નિસંસ્કાર થઈ જાય તેના પછી પરિજનોને જાણ કરવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની કતારો લાગેલી છે. એમ્બ્યુલન્સથી મૃતદેહોને સ્મશાન લઈ જવાઈ રહ્યા છે. બે દિવસે મૃતદેહ અંગે પરિજનોને જાણ થાય છે. રાજકોટમાં આજે ફરી સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ગયા છતાં બીજા દિવસે વહેલી સવારે 4 વાગ્યે પરિવારજનને ફોન આવ્યો કે ડેડબોડી લઇ જાવ. આમ, જ્યારે રાજકોટ શહેર કોવિડના સકંજામાં સપડાઈ રહ્યું છે ત્યારે રાજકોટ સિવિલના તંત્ર વાહકો જાણે ઘોર નિદ્રામાં પડ્યા હોય એવા સવાલો સામે આવી રહ્યા છે.

રાજકોટ સરકારી ચોપડે અને સ્મશાનના આંકડામાં મોટો તફાવત…

રાજકોટમાં કોવિડ દર્દીઓના થતાં મોતમાં સરકારી ચોપડે અને સ્મશાનના આંકડામાં પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ સ્મશાનમાં એક જ દિવસમાં 50થી વધુ લોકોની અંતિમવિધિ કરાઈ રહી છે, તો સરકારી ચોપડે 31 મોત જાહેર કર્યા છે. ત્યારે હવે લોકોના મનમાં એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે મોતના આંકડા કેમ છુપાવી રહ્યું છે તંત્ર? રાજકોટમાં કોરોનાની ભયાનક સ્થિતિ વણસી રહી છે.

રાજકોટમાં ક્યાં કેટલા મૃતદેહોની કરી અંતિમ વિધિ..

  • રામનાથપરા પરા સ્મશાનમાં- 11
  • મવડી સ્મશાનમાં- 12
  • મોટામવા સ્મશાનમાં- 10
  • બાપુનગર સ્મશાનમાં- 13
  • કબ્રસ્તાનમાં કોવિડ ગાઈડ લાઈનથી 4 દફનવીધી કરાઈ

રાજકોટ સિવિલ હોસ્પિટલનો વધુ એક વિડીયો વાયરલ..

રાજકોટ સિવિલ હોસ્પિટલનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મૃતક દર્દીઓના મોતનો મલાજો પણ જળવાતો નથી. કોરોનાથી મૃત થયેલા મૃતદેહો લોબીમાં પડી રહ્યા છે. કોવિડ વોર્ડ નંબર 2ના લોબીમાં આ મૃતદેહો પડ્યા હોવાની માહિતી મળતા અફરાતફડી મચી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતક દર્દીઓના મોતનો મલાજો પણ જળવાતો નથી.

અત્રે નોંધનીય છે કે, અત્યાર સુધી કોરોનાના મૃતદેહોની અંતિમવિધિ માત્ર ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં થતી હતી, પણ તંત્ર પહોંચી ન વળતા નાછૂટકે લાકડાં પર અંતિમસંસ્કાર શરૂ કર્યા છે. હાલ એવી કપરી સ્થિતિ ઉભી થઈ છે કે 80 ફૂટ રોડ પરના સ્મશાને ચાર ચિતા એક જ સાથે સળગી રહી હતી, એકને ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં મુખાગ્નિ અપાયો હતો. બે મૃતદેહ હજુ આવી રહ્યા છે તેવી વાતો થઈ રહી હતી. કોઇપણ વ્યક્તિનું હૃદય પીગળી જાય તેવી સ્થિતિ અહીં ઉભી થઈ રહી છે.

રાજકોટમાં ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મરણાંક વધવાથી મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે જ નહીં, પણ મૃતદેહોને બહાર લાવવા માટે પણ વેઈટિંગ છે. રાજકોટમાં હોસ્પિટલની પાછળ સેલરમાંથી મૃતદેહો કાઢીને એમ્બ્યુલન્સમાં સીધા સ્મશાનગૃહ લઈ જવાઈ રહ્યા હતા. સ્મશાનમાં કતાર થાય નહીં એ માટે હોસ્પિટલોમાં ડેડબોડી મૂકી રાખવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો