રાજકોટમાં ટ્રાફિક વોર્ડન વૃદ્ધને માર મારતો હોય તેવો વીડિયો વાઈરલ, લોકોમાં રોષ, ટ્રાફિક એસપીનો તપાસનો આદેશ

શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જેની જવાબદારી છે, તે પોલીસ જ અશાંતિ સર્જી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરના લીમડાચોકમાં મંગળવારે બપોરે ખાનગી બસચલાવવાનું કામ કરતા ડ્રાઈવરે પાર્ક કરેલા પોતાના બાઇકમાં ચાવી લગાવી હતી તે સાથે જ ત્યાં ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહેલા ટ્રાફિક વોર્ડન શક્તિસિંહ રાઠોડની નજર તેના પર પડી હતી. ડ્રાઈવર પ્રૌઢના બાઇકની બાજુમાં જ વોર્ડને પોતાનું બાઇક પાર્ક કર્યું હતું અને બંને બાઇક એક જ કંપનીના અને એક જ કલરના હોવાથી વોર્ડનને લાગ્યું હતું કે તેનું બાઇક પ્રૌઢ ચોરવાની કોશિશ કરી રહ્યો છે તે સાથે જ વોર્ડને કોઇપણ પ્રકારની ખરાઇ કરવાને બદલે પ્રૌઢને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું અને પ્રૌઢની નજીક જઇ તેને ફડાકા ઝીંકી દીધા હતા, એક તબક્કે તો વોર્ડને પોતાની પાસે રહેલું હેલ્મેટ પણ મારવા માટે ઉગામ્યું હતું.

પોલીસે જાતે જ કાયદો હાથમાં લીધો

વોર્ડન અને પ્રૌઢ વચ્ચેની માથાકૂટ જોઇ ત્યાં ફરજ પર રહેલા ટ્રાફિક કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર પરમાર પણ ત્યાં દોડી ગયા હતા અને તેણે પણ મામલાની સાચી હકીકત જાણવાને બદલે પ્રૌઢ સાથે અસભ્યવર્તન શરૂ કર્યું હતું અને પ્રૌઢના શર્ટનો કાંઠલો પકડી પ્રૌઢને રસ્તા પર ખેંચ્યા હતા, સમગ્ર ઘટના બની રહી હતી ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનું શૂટિંગ કરી લીધુંહતું અને તે વીડિયો વાઇરલ કરી દીધો હતો. મામલો પ્રકાશમાં આવતાં ડીસીપી ઝોન2 મનોહરસિંહ જાડેજાએ સમગ્ર પ્રકરણની તપાસ એસીપી પટેલને સોંપી ટ્રાફિક કોન્સ્ટેબલ અને વોર્ડનનીફરજના પોઇન્ટ બદલાવી નાખ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે, સોમવારે એક્ટિવા ટોઇંગ કરવાના મુદ્દે પોલીસ અને ટોળાં વચ્ચે જામી પડી હતી. પોલીસ કેટલાક સમયથી સ્થિતિને શાંત રાખવાનેબદલે કાયદો હાથમાં લઇ રહી હોય પોલીસની નીતિ લોકોમાં ટીકાપાત્ર બની રહી છે.

ખાતાકીય તપાસ બાદ કડક પગલાં લેવાશે: ડીસીપી

ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રજા સાથે માથાકૂટ કોઇપણ ભોગે ચલાવી લેવાશે નહીં, આ મામલાની તપાસ એસીપી પટેલને સોંપવામાં આવી છે, રિપોર્ટ બાદ જરૂરપડ્યે વોર્ડનને કાઢી મુકાશે તેમજ ટ્રાફિક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાશે.

કસુરવારને દંડીત કરવામાં આવશે : ઇન્ચાર્જ એસીપી

જો કે સમગ્ર ઘટનાની જાણ ઈન્ચાર્જ ટ્રાફિક એસપી એસ.ડી.પટેલને થતાં તેઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. શા માટે મારામારી કરવાની ફરજ પડી તે અંગે હાલ તેઓ તપાસ કરી રહ્યાં છે. ઈન્ચાર્જ એસપીના જણાવ્યા અનુસાર જો ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક વોર્ડન દોષિત જણાશે તો તેને દંડ કરવામાં આવશે.

સમગ્ર ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો

મહત્વનું છે કે ગઈકાલે પણ ટોઈંગ કરવા મુદ્દે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત ટ્રાફિક પોલીસનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો