હવે રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો રૂ.1500થી રૂ.3000 હજારનો દંડ થશે, અમદાવાદ ટ્રાફિક પોલીસે ડ્રાઇવ યોજશે

રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહનચાલકો માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને રૂ.1500નો દંડ કરવામાં આવશે અને ફોર વ્હીલરને રૂ.3 હજારનો દંડ કરવામાં આવશે. વાહનચાલક દંડ નહીં ભરે તો તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વાહન પણ જપ્ત કરવામાં આવશે. શહેરમાં કુલ 128 જગ્યાઓ પર આ ડ્રાઈવ યોજવામાં આવશે.

રાજ્ય સરકારે નિયમોમાં રાહત આપી છતાં વાહન ચાલકો નિયમો તોડે છે

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને દેશભરમાં અમલ કર્યો છે. જેની સામે ગુજરાત સરકારે મોટામસ દંડમાં રાહત આપીને ટ્રાફિકના નવા નિયમોનો અમલ થયો છે. નિયમમાં છૂટ આપ્યા બાદ કોઇપણ રીતે ટ્રાફિકના નિયમો તોડી રહ્યા છે. સીટબેલ્ટ નહીં બાંધવો, રોંગ સાઇડમાં વાહન ચલાવવું, ટ્રાફિક સિગ્નલ તોડીને જવું જેવા અનેક મામલે વાહનચાલકો પોતાની મનમાની ચલાવે છે. શહેરમાં વાહનચાલકો સૌથી વધુ રોંગ સાઇડમાં જાય છે. રોંગ સાઇડમાં વાહન ચલાવવા માટે મોટર વ્હીકલ એક્ટમાં ટુ અને થ્રી વ્હીલર માટે 1500 અને ફોર વ્હીલર માટે ત્રણ હજાર રૂપિયા દંડની જોગવાઈ છે. જો કે આટલી મોટી દંડની જોગવાઇ હોવા છતાં વાહનચાલકોને પોલીસને ડર નથી.

30 સપ્ટેમ્બર સુધી ડ્રાઈવ યોજી રોંગસાઇડમાં આવતા વાહનચાલકોને દંડશે

રોંગ સાઇડમાં આવતાં વાહનોને દંડવા માટે ટ્રાફિક પોલીસે આઇડેન્ટિફાઇ કરી 128 પોઇન્ટ પર સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યુ છે. શહેરના સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ, ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ તેમજ ડીસીપી અને એસીપી સ્કોવોડના પોલીસ કર્મચારીઓ 30 સપ્ટેમ્બર સુધી રોંગસાઇડમાં આવતા વાહનચાલકોને દંડશે.

કયા વિસ્તારના કેટલા સ્થળે ડ્રાઈવ

વસ્ત્રાપુરમાં 3, ઘાટલોડિયામાં 3, સોલામાં 4, નવરંગપુરામાં 7, નારણપુરામાં 5, વાડજમાં 6, ગુજરાત યુનિવર્સિટીમાં 3, એલિસબ્રિજમાં 1, સરખેજમાં 5, આનંદનગરમાં 2, સેટેલાઇટમાં 4, પાલડીમાં અને વાસણામાં 6, શાહપુરમાં 5, માધવપુરામાં 5, રાણીપમાં 5, સાબરમતીમાં 1 અને ચાંદખેડામાં 2 તેમજ રિવરફ્રન્ટ ઇસ્ટમાં 4 પોઈન્ટ પર ડ્રાઈવ યોજશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો