ટ્રાફિક પોલીસે ભાઈને મારી થપ્પડ, પછી બહેન બની ‘રણચંડી’, પોલીસકર્મીનો મોબાઈલ છીનવી તોડી નાંખ્યો
રાજસ્થાનના (Rajasthan) ભારતપુરમાં (Bharatpur) એક મહિાલએ ટ્રાફિક પોલીસકર્મીનો (traffic police) મોબાઈલ (mobile) છીનવીને જમીન ઉપર પછાડીને તોડી નાંખ્યો હતો. પોલીસકર્મીએ મહિલાના ભાઈને થપ્પડ મારી હતી. ત્યારબાદ બહેનનો ગુસ્સાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અને મહિલા અને પોલીસકર્મી વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.
હેડ કોન્સ્ટેબલ રઘુરાજ સિંહનું કહેવું છે કે બજારમાં ખૂબ જ ભીડ હતી અને એક યુવકે બાઈક ઊભી કરી હતી. જેના કારણે લોકોને આવવા-જવામા તકલિફ પડી રહી હતી. મેં યુવકને બાઈક હટાવવા કહ્યું હતું. આ બાબતે મહિલા અને બંને ભાઈઓ મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. આ દરમિયાન મહિલાએ મારો મોબાઈલ ફોન છીનવીને જમીન ઉપર પટક્યો હતો. આ અંગેની ફરિયાદ મેં અધિકારીને કરી હતી.
મળતી માહિતી પ્રમાણે આ ઘટના શુક્રવાર સાંજની છે. આ ઘટના શહેરના ચૌબુર્જા બજારની છે અહીં બે ભાઈઓની સાથે બહેન ખરીદી કરવા માટે બજારમાં આવી હતી. ત્યારે સ્થળ ઉપર ફરજ બજાવતા એક ટ્રાફિક પોલીસકર્મીએ બંને ભાઈઓ પૈકી એકને થપ્પડ મારી દીધી હતી. જેનાથી નારાજ થઈને બંને ભાઈઓ અને બહેન ભેગા મળીને હંગામો મચાવતા પોલીસકર્મી સાથે ચર્ચામાં ઉતરી ગયા હતા. ત્યારબાદ મહિલાએ પોલીસકર્મીનો મોબાઈલ છીનવીને જમીન ઉપર પટક્યો હતો.
આ ઘટના બાદ રસ્તા ઉપર ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો વચ્ચે પડતા આ મામલો શાંત થયો હતો. જોકે, મહિલા અને તેના ભાઈઓનું કહેવું છે કે પોલીસકર્મીનું આવી રીતે રસ્તા વચ્ચે થપ્પડ મારું યોગ્ય ન ગણી શકાય.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના ભરતપુર શહેરમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. ટ્રાફિક વ્યવસ્તાને સારી રાખવા માટે શહેરમાં જગ્યાએ જગ્યાએ પોલીસ તૈનાત કરવામાં આવી હતી. આ સાથે જ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની પણ અપિલ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

