સુરતમાં ટ્રાફિક પોલીસે બાઇક ઉપાડી લેતાં દંડ ન ભરવો પડે તે માટે યુવકે રસ્તા વચ્ચે સુઈ જઈને જ કર્યો ‘તમાસો’, જુઓ વીડિયો

સુરતમાં (surat) દરરોજ કોઈને કોઈ કારણે દંડને લઈને ટ્રાફિક પોલીસ (traffic police) અને લોકો (people) વચ્ચે ઘર્સણ થતું જોવા મળે છે. ત્યારે આજે સુરતના ઉધના વિસ્તારમાં એક યુવાનની ગાડી ને પાર્કિગમાંથી (No Parking) ક્રેઇનની મદદ ઉપાડી લેતા યુવાને પોલીસ સાથે હંગામો કરીને તમાસો કર્યો હતો. જોકે યુવાન હંગામાને લઈને પોલીસ આખરે આ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે

મળતી માહિતી પ્રમાણે સરકાર દ્વારા સુધારેલ મોટરવેહીકલ એક્ટ આવ્યા બાદ જે રીતે દંડની રકમ જે રીતે વધારવામાં આવ્યા બાદ દરોજ ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ જોવા મળે છે. કારણકે એક બાજ લોકોની આવક નથી ત્યારે બીજી બાજુ જે રીતે દંડની રકમ મોટી હોય છે તેવામાં પોલીસને પણ દંડનો ટ્રાર્ગેટ આપવામાં આવ્યો હોય છે.

જેને લઈને પોલીસે લોકોના દંડ કરતી હોય છે ત્યારે સામાન્ય માણસ માટે દંડની રકમ ભરવી ભારે પડતી હોય છે તેવામાં આજે ઉધના વિસ્તરમાં એક યુવક ની બાઇક નો પાર્કિગમાં પાર્ક કરેલી હતી જોકે પોલીસે આ બાઈક ક્રેઈનની મદદથી ઉપાડી લીધુ હતું. જોકે આ યુવાન ત્યાં પોહચી જયતા પોલીસ ને આ યુવાને અનેક રજૂઆત કરી હતી.

પણ પોલીસે આ યુવાની વાત સાંભળતી નહીં હોવાને લઇને આ યુવાને દંડ ન ભરવો પડે અને પોતાની ગાડી મળી જાય તે માટે આ યુવાને રોડ વચ્ચે તમસો શરું કરી ક્રેઈનની આગળ સુઈ જેણે પોતાનો વિરુદ્ધ નોંધાવ્યો હતો.

જોકે યુવાને કરેલા તમસાને લઈને લોકો એકત્ર થઇ ગયા હતા. જોકે યુવાને અનેક વાત સમજાવ્યા બાદ યુવાન પોલીસની વાત સાંભળવા તૈયાર ન થતાં આખરે પોલીસે યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી હતી.

યુવાન વિરુદ્ધ પોલીસની સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આમ ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે દંડને લઇને આવા સંઘર્ષણ દરોજ જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો