સુરત ટ્રાફિક પોલીસની ઈમાનદારી! એક્ટીવા પરથી એક લાખ રૂપિયા ભરેલું પર્સ પડી જતાં ટ્રાફિક જવાનોએ મહિલાને પરત આપ્યું

સામાન્ય રીતે પ્રજાના મનમાં પોલીસની (Police Impression) છાપ ખરાબ જ રહેતી હોય છે. પોલીસનું નામ પડે ત્યારે સામાન્ય માણસની નજર સામે દાદાગીરી અને લાંચ લેનારા પોલીસ જેવી તસવીરો જ સામે આવતી હોય છે. પરંતુ પોલીસ પણ આખરે માણસ છે અને હજી પણ પોલીસમાં માણસાઈ જીવતી છે. જેને સુરત ટ્રાફિક પોલીસના (surat traffic police) જવાનોએ સાબિત કરી બતાવ્યું છે. ટ્રાફિક જવાનોએ એક લાખ રૂપિયા ભરેલું પર્સ મહિલાને (woman purse full of one lakh rupees) પરત આપીને પોતાની ઈમાનદારીનું (Honesty) ઉદાહરણ પુરુ પાડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મળતી માહિતી પ્રમાણે તારીખ 1 જુલાઈ 2021ના દિવસે ભટાર ચાર રસ્તા ઉપર ટ્રાફિક નિયમનના પોઇન્ટ પર હેડ કોન્સ્ટેબલ કૈલાશભાઈ ભાગવત ભાઈ, લોકરક્ષક બળદેવજી રઘુજી, ટીઆરબી જવાન દિનેશ રામચરણ પટેલ, ટીઆરબી જવાન રાહુલ પ્રતાપ બહિરામ વગેરે ટ્રાફિક નિયમન કરતા હતા તે સમયે સવારે એક મહિલા પોતાના એક્ટીવા પર રાખેલું મોટું પર્સ વળાંક લેવા જતાં પડી ગયું હતું.

સુરત પોલીસ કમિશ્નરે અભિનંદન પાઠવવા જવાનોને રૂબરું બોલાવ્યા
આ પર્સ ટીઆરબી જવાને લઈ તેના માલિકની શોધ કરવા માટે અઠવાગેટ ચોકી ઉપર પર્સ સાથે આવેલો. આ પર્સમાં એક લાખ રૂપિયા ઉપરાંતની રકમ હતી તેમજ ઓરીજીનલ ડ્રાઈવિંગ લાઈસન્સ પણ તેમાં હતું. તેના આધારે અઠવાગેટ ટ્રાફિક ચોકીના પોલીસ માણસોએ માલિકની શોધ આરંભી હતી.

પરંતુ અડધા કલાકમાં જ તેના માલિક પર્સ શોધતા-શોધતા ભટાર ચાર રસ્તાના પોઇન્ટ ઉપર આવી પોલીસ માણસોને પૂછતા પોલીસે જણાવેલ કે એક પર્સ અમારી ટીમને મળેલ તે અઠવાગેટ ચોકી પર જમા કરાવેલું છે. આપની ઓળખાણ લઈ જઈ અને ખાતરી કરી પર્સ મેળવી લેશો.

આ પર્સના મૂળ માલિક મિત્તલ બેન એન. ઉમિયાગર રહે.અલથાણ કેનાલ રોડ પોતે અઠવાગેટ ટ્રાફિક ચોકી પર આવી પોતાની ઓળખ આપી તેની સાથે તેમના અસલ ડ્રાઇવિંગ લાઇસન્સ ને ખરાઇ કરી લગભગ એકાદ લાખ રૂપિયા ઉપરાંતની રકમ વાળુ આ પર્સ તેમને પરત કરવામાં આવેલું.

પોતાનું રકમ ભરેલું પર્સ પરત મળતાં મિતલબેન એ ટ્રાફિક પોલીસ નો ખુબ ખુબ આભાર માનેલો અને ખુશી જાહેર કરેલી. આ બાબતની સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર સાહેબને જાણકારી આપતા સાહેબે ભટાર ચાર રસ્તા પરના પોઇન્ટની સમગ્ર ટીમને અભિનંદન આપવા માટે રૂબરૂ બોલાવ્યા હતા.

ટીમના તમામ સદસ્યોને અભિનંદન આપી સન્માનિત કરેલા અને આવી જ રીતે પોલીસ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ઉત્સાહિત કર્યા હતા. માનનીય પોલીસ કમિશનર દ્વારા પ્રશંસા મેળવી ટ્રાફિક પોલીસના ઉપરોક્ત જવાનોએ ખુશી વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો