હવે તો હદ જ થઈ ગઈ! ટ્રાફિક પોલીસે બળદગાડાનો મેમો ફાળ્યો

નવો મોટર વ્હિકલ એકટ લાગૂ થયા બાદ તાબડતોડ મેમો કપાઇ રહ્યા છે. તેમાં કેટલાંય અજીબોગરીબ કિસ્સા પણ સામે આવી રહ્યા છે. યુપીના બિજનૌર જિલ્લાના સાહસપુરમાં એક બળદગાડાવાળાનો મેમો ફાટ્યો. પોલીસે શનિવારના રોજ બળદગાડાના માલિકનો મેમો ફાડ્યો. જો કે મોટર વ્હિકલ એકટરમાં બળદગાડા પર દંડની કોઇ જોગવાઇ ના હોવા પર પોલીસે મેમો રદ કરવાનો નિર્ણય લીધો.

માલિક રિયાજ હસને શનિવારના રોજ પોતાના ખેતરની બાજુમાં બળદગાડું ઉભું કર્યું હતું. તેમાં સબ ઇન્સપેકટર પંકજ કુમારના નેતૃત્વમાં એક પોલીસ ટીમ ત્યાં આવી પહોંચી જે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું. તેમણે જોયું કે બળદગાડાની આસપાસ કોઇ હાજર નથી. ગ્રામણીને પૂછવા પર ખબર પડી કે બળદગાડુ હસનનું છે. પોલીસ બળદગાડાને લઇ હસનના ઘરે ગયા અને અબીમાકૃત વાહનને ચલાવનાર મોટર વ્હિકલ એકટના સેકશન 81ની અંતર્ગત 1000 રૂપિયાનો મેમો ફાડ્યો.

હસને કહ્યું કે અમારો મેમો કેવી રીતે ફાડી શકો છો જ્યારે મેં મારા જ ખેતરની બહાર પોતાનું વાહન ઉભું કર્યું હતું. તેમણે મોટર વ્હિકલ એકટની અંતર્ગત મારા બળદગાડાનો મેમો ફાડી દીધો? ત્યારબાદ રવિવારના રોજ તેમનો મેમો રદ્દ કરી દેવાયો.

આઇપીસીની જગ્યાએ પોલીસે મોટર વ્હિકલ એકટની લગાવી કલમ

સાહસપુર પોલીસ સ્ટેશનના પ્રભારી પીડી ભટ્ટે કહ્યું કે ગેરકાયદે ખાણની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તેમણે કહ્યું કે વધુ મોટાભાગના ગામવાળા બળદગાડા દ્વારા ખોદકામની રેતી લઇ જાય છે. પોલીસ ટીમને લાગ્યું કે હસનની ગાડીનો પણ આ હેતુથી ઉપયોગ થયો હશે. ટીમ મોટર વ્હિકલ એકટની અંતર્ગત કપાતા મેમો અને બીજા ગુનાઓમાં તફાવત જાણી શકી નહીં અને આઇપીસીની કલમની જગ્યાએ મોટર વ્હિકલ એકટની અંતર્ગત મેમો ફાડી દીધો.

સીટ બેલ્ટ ના પહેરવા પર ઑટો ડ્રાઇવરને મેમો

મોટર વ્હિકલ એકટ 2019 લાગૂ થયા બાદ મેમો કપાતા અલગ-અલગ કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ એક મામલો બિહારના મુઝફ્ફરપુરથી આવ્યો છે. અહીં સીટ બેલ્ટના પહેરતા એક ઓટો ડ્રાઇવરનો મેમો કપાઇ ગયો છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે ઓટો ડ્રાઇવર પર 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો