રાજકોટમાં મનપાના પાપે ખખડધજ રસ્તા પર પોલીસે લાકડી અને ગન મુકી પાવડા-તગારા ઉપાડ્યા, સામાન ભરાવ્યો

રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલી હોય તેમ વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. આથી વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કોઠારિયા ચોકડી પાસે ખાડાને કારણે વાહનમાંથી દરવાજાનો સામાન પડી જતા ટ્રાફિક પોલીસને મજૂર બનવાનો વારો આવ્યો હતો.

ટ્રાફિકની જવાબદારીની સાથે સાથે પોલીસને મજૂર પણ બનવું પડે છે. પાળ ગામે જખરાપીરની જગ્યાએ ગણેશ વિસર્જન કરવા જવાના રસ્તા ઉબડ ખાબડ હોય ડેમેજ રોડને લોક સહકારથી તાલુકા પોલીસ ટીમ દ્વારા માટીથી ખાડા બૂરવાની કામગીરી કરી હતી. મનપાના પાપે પોલીસે લાકડી અને ગન મુકી તગારા ઉપાડ્યા હતા.

ખાડાને કારણે બાઇકો સ્લીપ થાય છે અને રિક્ષામાં મુસાફરો નીચે પડી જાય છે

શહેરમાં ખાડારાજ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાડાને કારણે બાઇકો સ્લીપ થઇ રહ્યા છે. અગાઉ ચાલુ રિક્ષામાંથી એક મુસાફર નીચે પડી ગયો હતો. જો કે, આ ઘટનામાં મુસાફરને કોઇ ઇજા પહોંચી નહોંતી. ખાડાને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.મનપાના એક રિપોર્ટ પ્રમાણે 51.57 કરોડના રસ્તાઓ ધોવાય ગયા છે. અગાઉ પણ રાજકોટમાં ખાડાને કારણે બસ અને કાર ડાન્સ કરતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

બુધવારે બે નાગરિકો ખાડામાં સૂઇ જઇ વિરોધ કર્યો હતો

શહેરમાં પડેલા ભારે વરસાદનાં કારણે ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. ત્યારે ગઇકાલે બુધવારે શહેરનાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રોડ પર પડેલા ખાડા બૂરવામાં આવ્યા ન હતાં. જેથી 2 નાગરિકે ખાડામાં સૂઈને અનોખો વિરોધ કર્યો હતો. લક્ષ્મણભાઈ બથવારા નામના નાગરિકે અન્ય એક નાગરીક સાથે કીચ્ચડવાળા ખાડામાં સૂઈને ગાબડા બૂરી અને માટી નખાવી વિરોધ કર્યો હતો. ત્યારે જોવાનું એ છે કે તંત્ર દ્વારા શહેરમાં પડેલા ખાડા ક્યારે બૂરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો