રિક્ષા ચાલકોની ખરાબ આદતથી કંટાળી ટ્રાફિક પોલીસ, એક-એકને શોધી બધાના ઈયરફોન લઈને સળગાવી દઈને જબરો પાઠ ભણાવ્યો

ડ્રાઈવિંગ કરતા સમયે ઈયરફોન્સનો ઉપયોગ નુકસાન કારક સાબિત થઈ શકે છે. ક્યારેય આ કારણે ધ્યાન ભંગ થવાથી ચાલકો જીવલેણ અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. રસ્તા પર બાઈક કે કાર ચલાવતા સમયે ઈયરફોન્સનો ઉપયોગ ગેરકાયદે છે, તેમ છતાં લોકો ઘણીવાર ડ્રાઈવ કરતા સમયે તેનો ઉપયોગ કરતા હોય છે. મુંબઈમાં પણ રિક્ષા ચાલકોની આવી આદતથી કંટાળી ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી હતી.

મુંબઈના મીરા રોડ પર ટ્રાફિક પોલીસે ઈયરફોન્સનો ઉપયોગ કરતા રિક્ષા ચાલકોને અટકાવ્યા હતા. પોલીસે આવા ચાલકો પાસેથી ઈયરફોન્સ લઈ લીધા હતા. અને આખરે તેને સળગાવી દીધા. ટ્રાફિક પોલીસ દ્વારા આ પહેલા સતત ટુ-વ્હીલર અને રિક્ષા ચાલકોને ઈયરફોનનો ઉપયોગ ન કરવા માટે સૂચનો આપવામાં આવતા. તેમ છતાં લોકો માનતા નહોતા. આખરે પોલીસે તેમના પાસેથી ઈયરફોન લઈને જ સળગાવી દીધા.

મુંબઈ પોલીસનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વિડીયોમાં ટ્રાફિક પોલીસ રિક્ષા ચાલકોને શોધી શોધીને તેમની પાસેથી ઈયરફોન્સ એકઠા કરી રહી છે. ડઝનથી વધારે એકઠા થયેલા આ ઈયરફોન્સને પોલીસ સળગાવી દે છે.

ઉલ્લેખનીય છે કે ડ્રાઈવિંગ સમયે કાનમાં ઈયરફોન્સ લગાવેલા હોવાથી ઘણીવાર પાછળથી આવી રહેલા વ્હીકલનો હોર્ન ચાલકને સંભળાતો નથી. એવામાં તેમનું પાછળ ધ્યાન રહેતું નથી. ઉપરાંત ઈયરફોનના અવાજથી ભ્રમિત થઈને વાહન ચાલક પોતાનું ધ્યાન રોડ પરથી ગુમાવી બેસે છે. એવામાં અકસ્માત થવાના ચાન્સ વધી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો