રંગીલા રાજકોટના શરમજનક દૃશ્યો, માતા સમાન વૃદ્ધાની પણ લાજ ન ભરી! જાહેરમાં ‘દાદાગીરી’નો વિડિયો વાયરલ, વૃદ્ધા હાથ જોડી કરગરતા રહ્યા યુવકો બબાલ કરતા રહ્યા
રાજકોટ (Rajkot) શહેરમાં વધુ એક દાદાગીરીનો વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કયા પ્રકારે એક વૃદ્ધા હાથ જોડી કરગરી રહી છે. બીજી તરફ કેટલાક શકશો તેને મચક પણ નથી આપી રહ્યા. રાજકોટ શહેર ના હનુમાન મઢી ચોકનો (Hanuman Madhi Chowk) એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં હનુમાન મઢી ચોક ટ્રાફિક પોઇન્ટ પાસે કેટલાક શકશો દાદાગીરી કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે.
વાયરલ વીડિયો મામલે મીડિયા સાથેની વાતચીતમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, બપોરના સમયે મઢી ચોક માં ટ્રાફિક સિગ્નલ રેડ થઈ જતા એક કારે બ્રેક મારી કાર ઊભી રાખી દીધી હતી. જેના કારણે પાછળ આવી રહેલી અન્ય કાર અથડાઈ હતી. વાહનોની અવરજવરથી વ્યસ્ત રહેતા રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફીક જામ સર્જાયો હતો. આ સમયે આગળની કારમાંથી ચાર જેટલા વ્યક્તિઓ નીચે ઉતરી પાછળની કારના ચાલક સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જોતજોતામાં મામલો વધુ બીચકાતા વાતાવરણ થોડીક વાર માટે તંગ બની ગયું હતું.
રાજકોટ : જાહેરમાં 'દાદાગીરી'નો Viral Video, વૃદ્ધા હાથ જોડી કરગરતા રહ્યા યુવકો દાદાગીરી કરતા રહ્યા pic.twitter.com/QFxgLRZIGI
— News18Gujarati (@News18Guj) March 29, 2021
જે કાર અથડાઈ હતી તે કારમાંથી એક વૃદ્ધા નીચે ઉતરી આવી ઝઘડો કરી રહેલા શખ્સોને હાથ જોડી માફી પણ માગતા જોવા મળ્યા હતા. પરંતુ દાદાગીરી કરનારા શખ્સોને જાણે કે વૃદ્ધાની ઉંમરનો લિહાઝના હોય તે પ્રકારે વર્તન કરતા વીડિયોમાં કેદ થયા હતા.
અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. સીસીટીવી કેમેરા ચેક કરતા ટ્રાફિક સિગ્નલ રેડ થઈ જતા અકસ્માત સર્જાયો હતો જેના કારણે માથાકૂટ થઇ હતી. ફૂટેજના આધારે તપાસ કરતા આગળ જઈ રહેલી કાર સાથે અકસ્માત સર્જનાર કારચાલક નું નામ વેદાંત રામાનુજ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ બનાવ બાદ કોઈપણ પક્ષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં ન આવી હોવાનું જાણવા મળી રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

