ગોંડલ સ્ટેટમાં 90 વર્ષ પહેલાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 5 રૂપિયાનો દંડ હતો

‘આજથી 90 વર્ષ પહેલાં અને તે પણ સાઇકલ માટે, જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો 5 રૂપિયા દંડની જોગવાઈ હતી ત્યારે સોનું 19 રૂપિયા તોલું હતું.’

ગોંડલ સ્ટેટ ના રાજવી મહારાજા ભગવતસિંહ

-1930

આ લખાણ સાથે ગોંડલ સ્ટેટના (Gondal State) જૂના ટ્રાફિક (Traffic law) નિયમોના પુસ્તકની તસવીર સોશિયલ મીડિયામાં (Soclial media)વાયરલ થઈ છે. રાજ્ય સરકારે મોટર વ્હીકલ એક્ટના નિયમન લાગુ કરવા માટેની મર્યાદામાં વધારો કર્યો છે. લોકોમાં ટ્રાફિકના નવા કાયદા અને દંડની જોગવાઈ (New Motorvehicle act) સામે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં આ ગોંડલ સ્ટેટના જૂનવાણી કાયદાની તસવીર ખૂબ જ વાયરલ થઈ છે.

 

 


તસવીરમાં ગોંડલ સ્ટેટના કેટલાક નિયમો લખેલા છે

– બાઇસિકલ પર જનારે જમણી બાજુ વળવાનું હોય ત્યારે પાછળના ચાલકની ચેતવણી આપવા જમણો હાથ સીધો લાંબો કરવો અને ઉભી રાખવા માટે કોણી ખંભાની પઘોરે રાખી હાથ ઉભો કરવો.

– ફૂટપાથ ઉપર કે લોકોના જાનમાલની સલામતી જોખમાય તેવી ઝડપથી બાઇસિકલ ચલાવી નહીં

– બાઇસિકલ પર સવારી કરનારે પોલીસ કહે કે ઇશારો કરે તો ઉભી રાખવી

– બાઇસિકલ ભાડે લઈ ફેરવવા જનાર શખ્સ ગુનો કરે તેનું જણાવવાની ફરજ ભાડે આપનાર પર રહેશે.

– ઉપર લખી કલમ વિરુદ્ધ વર્તન કરનાર સામે ન્યાયની અદાલતમાં ગુનો સાબીત થયે 5 રૂપિયા દંડ થશે.

આ લખાણ અને તસવીરમાં કેટલીક સત્યતા છે તેની ખરાઈ થઈ શકી નથી પરંતુ લોકો સોશિયલ મીડિયામાં પર આ તસવીરને શેર કરી રહ્યા છે. ખાસ કરીને વોટ્સએપ ગ્રુપમાં આ તસવીર ભરપુર શેર થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો