સુરતમાં ફ્રૂટની લારીવાળા પાસેથી 1000 રૂપિયાની લાંચ લેતા ટ્રાફિક ASI અને TRB જવાન રંગેહાથ ઝડપાયા

સુરત શહેરમાં ફ્રુટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક ASI અને TRB જવાનને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં બંને 1 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.

મહિનાના રૂપિયા 500થી 1000 લાંચ માગતા

મળતી માહિતી પ્રમાણે, ફ્રુટના છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી અવાર-નવાર લાંચ લેવાતી હોવાની ચોક્કસ બાતમી આધારે એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક જાગૃત નાગરિકનો સહકાર મેળવ્યો હતો. જાગૃત નાગરિક પોતાની લારીમાં ફ્રુટ ભરીને હીરાબાગ ચારરસ્તાથી કાપોદ્રા ચારરસ્તા વચ્ચેના જાહેર રસ્તા ઉપર ફ્રુટની લારી લઇ ફ્રુટનો ધંધો કરે છે. જેથી ટ્રાફિક ASI અને TRB જવાને જાહેર રસ્તા ઉપર લારી ઉભી રાખી ધંધો કરવાના અવેજ પેટે મહિનાના રૂપિયા 500થી 1000 સુધીના ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરતા હતા.

એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોવાથી અટકાયત કરી

આરોપી ટ્રાફિક શાખાના રાકેશ ફતેસીંગ ચૌધરીને મળતા તેઓએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં આરોપી ટીઆરબી જવાન સનેષ કનૈયાલાલ કુશવાહાને આપવા જણાવ્યું હતું. એસીબી પોલીસ ઇન્સપેકટરે એસ.એન.દેસાઇ છટકું ગોઠવ્યું હતું. જેમાં 1000 રૂપિયા લાંચની રકમ સ્વીકારી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોવાથી અટકાયત કરી છે.

અગાઉ કોઝવે સીંગણપોર રોડ પર TRB જવાન લાંચ લેતા ઝડપાયો હતો

29 જૂનના રોજ ટીઆરબી જવાન રાકેશ લાલબાબુ યાદવ શાકભાજી માર્કેટમાં છૂટક શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી માસિક 100 રૂપિયાની લાંચની માંગ કરી હતી. આ સાથે રૂપિયા નહીં આપે તો ખોટી રીતે હેરાન પરેશાન કરી કેસ કરવાનું અને માર્કેટની બહાર નહીં બસેવા જણાવ્યું હતું. જ્યારે તમામ વેપારીઓ પાસેથી 100 રૂપિયા લેખે 4000 હજાર રૂપિયાની માંગ કરી હતી. જેથી એક વેપારીએ સુરત ગ્રામ્ય ACBનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં કોઝવે સીંગણપોર રોડ પર રાકેશ 4000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો