વડોદરામાં વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓની હોળી કરીને બહિષ્કાર કર્યો, વેપારીઓએ કહ્યું: હવે ક્યારેય ચાઇનીઝ વસ્તુઓ નહીં વેચીએ
ભારત-ચીન સરહદ પર ચીનની હરકતોને લઇને સમગ્ર દેશમાં ચાઇના પ્રત્યે વિરોધ વંટોળ શરૂ થયો છે. વડોદરા શહેરના મંગળ બજારના વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો. અને વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓ નહીં વેચવાની જાહેરાત કરીને તેનો બહિષ્કાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વેપારીઓએ કહ્યું: ચીનને આર્થિક ક્ષેત્રે હરાવવુ પડશે
વડોદરાના મંગળ બજારના વેપારી જય ઠાકોરે જણાવ્યું હતું કે, અમે લોકોએ ક્યારેય ચાઇનીઝ વસ્તુઓ વેચીશુ નહીં. આપણે બોર્ડર પર જઇને લડી શકતા નથી, પણ આપણે બધાએ મળીને ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવો પડશે. જેથી તેમને ખુબ જ મોટો આર્થિક ફટકો પડશે અને તેઓને આર્થિક રીતે હરાવવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

